Nawanagar Time
જામનગર

જામનગરમાં ઠંડી વધીઃ પારો પાંચ ડીગ્રી સુધી ગગડતા લઘુત્તમ તાપમાન ૧ર.૪ ડિગ્રી

jamnagar winter hike
જામનગરમાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો પાંચ ડીગ્રી જેટલો  ગગડી જતા નગરજનોએ ઠંડીના ચમકારાનો અનુભવ કર્યો હતો. મહત્તમ તાપમાનમાં ર.૩ ડીગ્રી જેટલો ઘટાડો થઈ જતા ઠંડી વધુ અનુભવાઈ હતી. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧ર.૪ ડીગ્રી નોંધાયું હતું.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વધી રહેલા તાપમાન પર આજે જાણે અચાનક બ્રેક લાગી ગઈ હોય તેમ ખેક જ દિવસમાં તાપમાનનો પારો પાંચ ડીગ્રી જેટલો નીચે તરફ સરકી ગયો હતો. તેમજ મહત્તમ તાપમાનમાં પણ ર.૩ ડીગ્રીનો ઘટાડો નોંધાયો હતો.

લઘુત્તમ તથા મહત્તમ તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે લોકોએ ઠંડીના ચમકારાનો અનુભવ કર્યો હતો. મોડી સાંજથી સવારે ૧૦ વાગ્યા સુધી ઠંડીનું પ્રમાણ વધુ હતું, પરંતુ સૂર્યનારાયણના કારણે ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઘટવા લાગ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧ર.૪ ડીગ્રી અને મહત્તમ તાપમાન ર૭.ર ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા રહ્યું હતું તેમજ પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૭.પ કિ.મી.ની રહેવા પામી હતી.

Related posts

દ્વારકાના શિવરાજપુર બીચ ઉપર ઝીંકાયેલા મુંડકી વેરાનો હિસાબ નથી

Nawanagar Time

ખીમલિયા નજીકથી દટાયેલ હાલતમાં મળી લાશ

Nawanagar Time

ખંભાળિયાના પૂર્વ ધારાસભ્યના પત્નીનું જિલ્લાપંચાયતનું સભ્યપદ રદ્દ થશે

Nawanagar Time

Leave a Comment