Nawanagar Time
સ્પોર્ટસ

ધોનીને અંતે વિજયથી વંચિત રાખતું મુંબઈ ઇન્ડિયન્સ

the-mumbai-indians-who-kept-dhoni-away-from-the-victory-at-the-end

ઈન્ડિયન પ્રીમિયર લીગ-12ના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલા 15માં મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 37 રને પરાજય આપીને આ સિઝનમાં પોતાનો બીજો વિજય મેળવ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સનો ચાર મેચોમાં આ પ્રથમ પરાજય છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 133 રન બનાવી શક્યું હતું. મુંબઈ તરપથી હાર્દિક પંડ્યા અને લસિથ મલિંગાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. તો ચેન્નઈ તરફથી કેદાર જાધવે અડધી સદી ફટકારી હતી.

171 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈની ટીમની શરૂઆત ખરાબ રહી હતી.  ચેન્નઈએ માત્ર 6 રનમાં પોતાના બંન્ને ઓપનરોને ગુમાવી દીધા હતા. જેસન બેહરેનડોર્ફે  પ્રથમ ઓવરમાં અંબાતી રાયડૂ (0)ને ડિ કોકના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. બીજી  ઓવરમાં મલિંગાએ વોટસન (5)ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ચેન્નઈ આ  ઝટકામાંથી બહાર આવે તે પહેલા બેહનરડોર્ફે સુરેશ રૈના (16)ને આઉટ કરીને મુંબઈને  ત્રીજી સફળતા અપાવી હતી. પોલાર્ડે બાઉન્ડ્રી પર એક શાનદાર કેચ ઝડપીને રૈનાની  ઈનિંગનો અંત કર્યો હતો. ચેન્નઈએ પાવરપ્લેમાં 3 વિકેટ ગુમાવીને 34 રન બનાવ્યા હતા.

ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોની અને કેદાર જાધવે ચોથી વિકેટ માટે 54 રનની ભાગીદારી  કરીને ચેન્નઈને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ ઈનિંગની 15મી  ઓવરમાં ચેન્નઈને બે ઝટકા આપ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોની (12) અને જાડેજા (1) રન  બનાવી આઉટ થયા હતા. ધોનીએ 21 બોલનો સામનો કર્યો હતો. ચેન્નઈ તરફથી કેદાર  જાધવ (58)એ અડધી સદી ફટકારી હતી. તે ઈનિંગની 18મી ઓવરમાં મલિંગાનો શિકાર  બન્યો હતો. કેદારે 54 બોલનો સામનો કરતા 8 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી હતી. દીપક  ચહર (7) હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો.

Related posts

થ્રિલર કોમેડીની તૈયારીમાં તાપસી

Nawanagar Time

ભારતે ઓસ્ટ્રેલિયામાં રચ્યો ઈતિહાસ, 72 વર્ષમાં પ્રથમવાર ટેસ્ટ શ્રેણી જીતી…

Nawanagar Time

ડ્રગ્સ લઇ જતાં ઝડપાયો શ્રીલંકાનો ક્રિકેટર મદુશંકા

Nawanagar Time

Leave a Comment