Nawanagar Time
ગુજરાત જામનગર

શક્ષકોના વારસદારોને સહાય ચુકવવામાં મહાપાલીકાનું ઉંહ

the-municipal-bills-to-pay-the-aid-to-the-successors-of-the-teachers

ચાલુ નોકરીએ મૃત્યુ પામેલા મહાપાલિકાના પ્રાથમિક શિક્ષકોના પરિવારજનો 7-7 વર્ષથી ઉચ્ચક સહાયથી વંચિત

જામનગર:-ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલા જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતાં શિક્ષકોના વારસદારોને ઉચ્ચક સહાય ચુકવવામાં મહાનગરપાલિકાએ નાદારી નોંધાવી દેતાં આવા 100 જેટલા શિક્ષકોના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે. અને નબળી આર્થીક પરિસ્થિતી વચ્ચે રોજેરોજ મહાપાલિકાના આટા ફેરા કરી રહયા છે. જો કે, મહાપાલિકા હાઇકોર્ટના આદેશને પણ ઘોળીને પી ગઇ હોય શિક્ષકોના આશ્રીતોને કયારે સહાય મળશે તેની સામે પ્રશ્ર્નાર્થ ખડો થયો છે. જામનગર સહિત મહાનગરોના પ્રાથમિક શિક્ષકોના 100 જેટલા વારસદારોને મૃત્યુ સહ ઉચ્ચક સહાયથી વંચિત છે. 2011થી જે કર્મચારીઓ ચાલુ નોકરીએ અવસાન પામ્યા છે, તેવા કર્મચારીઓના વારસદારોને નોકરી આપવાના બદલે બાકી રહેલી નોકરીના આધારે 8 લાખ સુધીની ઉચ્ચક નાણાકીય સહાય આપવાનો નિર્ણય કરેલો છે.
2011 પછી સરકારે હજુ સુધી કોઈને આવી સહાય ચૂકવી નથી. આ અંગે અનેક રજૂઆતો કર્યા પછી પણ કઈ નિવેડો આવ્યો નથી સ્વર્ગથ શિક્ષક ફ્રેની પંડ્યાનો પરિવારને હજુ સુધી ઉચ્ચક સહાય મળી નથી . ફ્રેનીબેનનું 2-7-19નો રોજ ચાલુ નોકરીએ અવસાન થયું હતું, સરકારના 2011ના પરિપત્ર અને ઠરાવ પ્રમાણે આ પરિવારને ઉચ્ચક સહાય આજ સુધી ચૂકવાઈ નથી. શિક્ષણ મંત્રાલય જામનગર મહાપાલિકા ઉપર ખો આપે છે, જયારે મહાપાલિકા અન્ય ખાતા ઉપર ખો આપે છે.
જામનગર સહીત તમામ મહાનગર પાલિકાના પ્રાથિમક શિક્ષકો પાછલા 7 વર્ષમાં ચાલુ નોકરીએ અવસાન પામેલા 100 થી વધુ પરિવારના આ જ પ્રશ્નો છે. જિલ્લા પંચાયતના આવા અવસાન પામેલા શિક્ષકોને ઉચ્ચક સહાય ચૂકવાય છે, પરંતુ માત્ર અને માત્ર મહાપાલિકાના પ્રાથમિક શિક્ષકોનો જ પ્રશ્ન અટવાયો છે. ઉચ્ચક સહાય ચુકવવાની રકમ 80% હિસ્સો શિક્ષણ વિભાગે અને 20% હિસ્સો મહાનગર પાલિકાએ સ્વ ભંડોળમાંથી આપવાનો હોય છે. 7-7 વર્ષથી આ પ્રશ્ન ગૂંચવાયેલો છે. અને પરિવારો આનો જલ્દી નિવેડો ઈચ્છે છે.

Related posts

જામનગરમાંથી કોંગ્રેસને જબરી લીડ મળશે: મુળુભાઈ

Nawanagar Time

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, પ્રજામાં હાશકારો

Nawanagar Time

તમાકુ-બીડીના જથ્થાની ચોરી કરનાર પાંચ પકડાયા

Nawanagar Time

Leave a Comment