Nawanagar Time
ગુજરાત જામનગર

મોબાઈલ ટાવર ઉપર તવાઈ ઊતારતી મહાપાલિકા: જોડાણ કટ્ટ

The municipal pavement on the mobile tower: the attachment cut

ગેરકાયદે ખડકી દેવાયેલા ટાવર મામલે મહાનગર પાલિકા અને પીજીવીસીએલની સંયુકત કાર્યવાહી: 10ને નોટિસ

જામનગર:-જામનગરમાં કેટલાક સ્થળોએ તંત્રનું એનઓસી લીધા વગર મોબાઇલ ટાવર ખડકી દેવાયા હોવાના આક્ષેપો વચ્ચે આજે મહાનગરપાલિકા અને પીજીવીસીએલ દ્વારા ઢીંચડામાં ઉભા કરાયેલા મોબાઇલ ટાવરનું વીજજોડાણ કાપવાની કાર્યવાહી થઇ હતી.

વિગતો મુજબ જામનગરમાં ઇન્ડસ, એટીસી અને વ્યોમ સહીતની કેટલીક કંપનીઓ દ્વારા એનઓસી મેળવવામાં આવ્યું નથી. આ એનઓસી મુદે તંત્ર કંપનીઓને અવારનવાર તાકીદ કરતું રહ્યું છે જોકે કંપનીઓએ એનઓસી ન લીધુ હોય ઢીંચડામાં ઇન્ડસ કંપનીના 25 મીટર હાઇટ ધરાવતા મોબાઇલ ટાવરનું વીજ જોડાણ કાપી લેવાયું છે. ઉપરાંત તંત્ર દ્વારા વધુ 10 ટાવરોનું લીસ્ટ તૈયાર કરી નોટીસ અપાય છે જો એનઓસી નહીં મેળવે તો તેમનું જોડાણ પણ કાપી લેવાશે.

Related posts

જામનગર તાલુકાના બેડમાં દરબાર પાડા વિસ્તારમાં તસ્કરોના પરોણા

Nawanagar Time

લાંચ માંગી, જાતિય સતામણી કરનાર મૅડિકલ કૉલેજના પ્રોફેસરની અટકાયત

Nawanagar Time

વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિલન બનશે: બે દિવસ માવઠાંની આગાહી

Nawanagar Time

Leave a Comment