Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરનો મુસ્લિમ સમાજ આગબબુલા : પાકિસ્તાન મુર્દાબાદના નારા ગુંજ્યા

the-muslim-community-of-jamnagar-was-burnt-alive-pakistan-muradabad

જામનગર:-જમ્મુ-કાશ્મીરમાં પુલવામા ખાતે આતંકી હુમલામાં વીરગતિ પામનાર 44 બહાદુર સપુતોને જામનગર મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી કેન્ડલ માર્ચ યોજાઇ હતી. આ તકે ચાંદીબજાર ચોકમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા ગુંજી ઉઠયા હતા સાથો સાથ આતંકવાદીઓના  હાજી સૈયદના ફોટા બાળવામાં આવ્યા હતાં.

આતંકી હુમલાને લઇને સમગ્ર દેશમાં ઠેર-ઠેર શ્રદ્વાંજલિ અપાઇ રહી છે. ત્યારે જામનગરના મુસ્લીમ સમાજ દ્વારા પણ આ કાયરતાપૂર્ણ આતંકી હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢયો છે અને હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી શોક વ્યકત કરાયો. મુસ્લિમ સમાજના અનેક અગ્રણીઓ સહિત લોકોને આતંકવાદ અને  વિરૂદ્ધ નારા લગાવી ઘટનાને વખોડી કાઢતા પાકિસ્તાનનો ઘ્વજ બાળવામાં આવ્યો હતો તેમજ આતંકી હાફીઝ સઇદ તથા મોલાના મસુદ અઝહર ફોટાને જુતાઓ વડે કચડવામાં આવ્યો હતો અને શહીદ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઇ હતી. તેવી જ રીતે જામનગર શહેરના મુસ્લિમ સમાજ દ્વારા આ દુ:ખદ ઘટનાને સખતથી સખત શબ્દોમાં વખોડી કાઢયો હતો.  ભારત સરકારને પણ વિનંતી કરાઇ હતી કે આવા આતંકવાદ વિરૂદ્ધ સમગ્ર દેશ એક થઇને આતંકવાદ જડમૂળમાંથી કાઢી નાખવો જોઇએ માટે જામનગર મુસ્લિમ સમાજ કેન્દ્ર સરકાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે જે વીર જવાનો શહીદ થયેલ છે અને ઘાયલ થયેલ છે તેના પરિવારજનો સાથે સમગ્ર જામનગર મુસ્લિમ સમાજ આ દુ:ખની ઘડીમાં  જ છે.

the-muslim-community-of-jamnagar-was-burnt-alive-pakistan-muradabad
the-muslim-community-of-jamnagar-was-burnt-alive-pakistan-muradabad
the-muslim-community-of-jamnagar-was-burnt-alive-pakistan-muradabad
the-muslim-community-of-jamnagar-was-burnt-alive-pakistan-muradabad
the-muslim-community-of-jamnagar-was-burnt-alive-pakistan-muradabad
the-muslim-community-of-jamnagar-was-burnt-alive-pakistan-muradabad

આજના શહીદોને શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં આતંકી વડા હાફીજ શહીદ આતંકી અઝરહર મસુદના ફોટાઓની હોળી કરવામાં આવી અને મસગ્ર મુસ્લિમ સમાજમાં શહીદોની કરપીણ હત્યાઓ મામલે ખૂબજ ગુસ્સો અને આક્રોશ વ્યકત કરવામાં આવ્યો.

Related posts

પ્રિ-મોન્સુનમાં પોલંપોલ: એજન્સીને બ્લેકલીસ્ટ કરી બીલ અટકાવો

Nawanagar Time

ખંભાળિયા: એરટેલ, જીટીપીએલના કૅબલ કપાતાં મૉબાઈલ-ટીવી બંધ

Nawanagar Time

દરિયામાં મોજાની થપાટના કારણે ઓખા જેટીને નુકસાન

Nawanagar Time

Leave a Comment