Nawanagar Time
જામનગર શહેર

નવજાત બાળકીની ઉઠાંતરીના બનાવ બાદ હોસ્પિટલે બનાવી આ નવી સિસ્ટમ… જાણો…

જામનગરમાં શનિવારે સરકારી હોસ્પિટલના ગાયનેક વિભાગમાંથી એક નવજાત બાળકીની ઉઠાંતરી થઇ ગઈ હતી, એ બનાવનો બોધપાઠ લઈને હોસ્પિટલ સત્તા વાળાઓએ ગાયનેક વિભાગમાં ટોકન સિસ્ટમ લાગુ કરી છે, અને આ વિભાગમાં એડમિટ થયેલા દર્દીના બે સગા-સંબંધીઓને ટોકન આપવાનું શરુ કરાયું છે, અને આ ટોકન પ્રમાણે જ વોર્ડમાં દાખલ થવા દેવાય છે.

જામનગરમાં 8-12-18ના રોજ બપોર બાદ એક તાજી જન્મેલી બાળકીને નર્સના સ્વાંગમાં એક મહિલા ઉઠાવી ગઈ હતી, સદનસીબે ચાર કલાકમાં બાળકી હેમખેમ મળી આવી. આ બનાવ પછી તાબડતોબ નિર્ણય કરીને સલામતી દુરુસ્ત કરવા ગાયનેક વોર્ડમાં ટોકન સિસ્ટમ લાગુ કરી દેવાઈ છે. દર્દી દીઠ અન્ય બે સભ્યોને જ ટોકન સાથે વોર્ડમાં જવા દેવામાં આવશે

આ ટોકન સિસ્ટમ આવવાથી દર્દીઓને પણ સહુલિયત થઇ છે, અને એક્સ આર્મી મેનને સિક્યુરિટી સોંપી દેવાઈ છે, તે તમામ લોકોના ટોકન ચેક કરીને ને અંદર જવા દ્યે છે.

ગાયનેક વોર્ડ બાદ ટૂંક સમયમાં ચિલ્ડ્રન વોર્ડમાં પણ આવી જ રીતે ટોકન સિસ્ટમ લાગુ કરવામાં આવશે અને ત્યાર બાદ નવી બનેલી 700 પથારીની હોસ્પિટલમાં પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે।

Related posts

નવા બજેટમાં ખંભાળીયા અને દ્વારકાના આ પ્રોજેક્ટનો સમાવેશ થશેઃ ડે.સીએમ નીતીન પટેલ

Nawanagar Time

પાંચ થી આઠ જાન્યુઆરી 2022માં ચોથો ટેક ફેસ્ટ યોજાશે

Nawanagar Time

જામનગરમાં પોણા બે કિલો ગાંજા સાથે શખ્સ પકડાયો

Nawanagar Time

Leave a Comment