Nawanagar Time
ગુજરાત

ઠંડા.. ઠંડા.. Cool.. Cool.. આગામી 2 દિવસ પડશે ગુજરાતમાં ગાત્રો થિજવી દેતી ઠંડી..

રાજ્યમાં આગામી બે દિવસ શીતલહેરની હવામાન ખાતાની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ભાવનગરમાં આજે શીતલહેર જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, ભાવનગરમાં આવતી કાલે ભારે ઠંડીનો અનુભવ લોકો કરશે. તાપમાનનો પારો નીચો જશે.

અત્રે જણાવવાનું કે ઉત્તર ભારતમાં સતત ઠંડીનો પ્રકોપ ચાલુ છે. જમ્મુ અને કાશ્મીરમાં આ વખતે રેકોર્ડ તોડ ઠંડી પડી રહી છે જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત અનેક ભાગોમાં આગામી બે દિવસ ઠંડીનો પ્રકોપ રહી શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ અમદાવાદમાં પણ પારો 10  ડિગ્રીથી નીચે જઈ શકે છે.

નોંધનીય છે કે કઈ કાલે રાતે ગુજરાતના 8 જેટલા શહેરોમાં પારો 12 ડિગ્રી કરતા પણ નીચે રહ્યો હતો. આ બાજુ રાજસ્થાનમાં આવેલા અને ગુજરાતીઓને અતિ પ્રિય એવા માઉન્ટ આબુમાં તાપમાન સતત માઈનસમાં નોંધાઈ રહ્યું છે. ગત રાતે ત્યાં માઈનસ એક ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Related posts

ફરી એક વખત નિશ્ર્ચિત વિજય તરફ આગેકૂચ કરતાં પૂનમબેન માડમ

Nawanagar Time

એન્કર વિરૂદ્ધ માનહાનિનો દાવો માંડતા વિક્રમભાઈ માડમ

Nawanagar Time

જામનગર જિલ્લામાં દર વર્ષે નિકળે છે 3000 નવા રેશનકાર્ડ અને 15,000 આધારકાર્ડ

Nawanagar Time

Leave a Comment