Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં ફલેમીંગોની સંખ્યા 10015એ પહોંચી

the-number-of-flamingoes-in-jamnagar-reached-10015

જામનગર:-જામનગરમાં ફલેમીંગોની સંખ્યા 10015 સુધી પહોંચી ગઇ હોવાનું તાજેતરમાં લાખોટા કલબ દ્વારા  આવેલી ગણતરી પરથી ફલીત થયું છે.

વિગતો મુજબ તાજેતરમાં દેશની ખ્યાતનામ સંસ્થા બોમ્બે નેચર એન્ડ હિસ્ટ્રી સોસાયટી દ્વારા દેશભરમાં પ્રથમ વખત ફલેમીંગો કાઉન્ટ-2019 (સુરખાની વસ્તી ગણતરી) માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર ખાતેની લાખોટા નેચર કલબના સભ્યોએ પણ ભાગ લીધો હતો.

લાખોટા નેચર કલબના સભ્યોએ જામનગરની 10થી વધુ  સાઇટ પર 12 જેટલી ટીમ પાળી હતી. જામનગરથી ચરકલા-દ્વારકા રોડ સુધીનો વિસ્તાર પણ આવરી લેવામાં આવ્યો હતો. ફલેમીંગોની વસ્તી ગણતરી માટે કલબના 30થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. અને ગણતરીના અંતે જામનગરમાં 10015 જેટલા ફલેમીંગો હોવાનું ફલીત થયું છે. આ ગણતરીના આંકડા અનુસાર જામનગરમાં ગ્રેટર ફલેમીંગોની સંખ્યા 6838 તથા  ફલેમીંગોની સંખ્યા 3877 જેટલી થાય છે. નોંધનીય છે કે, ગ્રેટર ફલેમીંગો એટલે કે મોટા હંસ એ ગુજરાતનું રાજ્ય પક્ષી તરીકે ગણવામાં આવે છે.

Related posts

જામનગર પોલીસ હૅડકવાર્ટર ખાતે વન મહોત્સવની ઉજવણી

Nawanagar Time

જામનગરમાં ઈન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન ટેકફેસ્ટ-2020નો શુભારંભ

Nawanagar Time

શહેરના ત્રણ વોર્ડમાં રૂા.98.79 લાખના કામોનું ખાતમુહૂર્ત કરતા રાજ્યમંત્રી

Nawanagar Time

Leave a Comment