Nawanagar Time
ગુજરાત જામનગર

ચશ્માના નંબર ઊતારવા છે! તો અપનાવો આયુર્વેદની તર્પણ પ્રક્રિયા

the-number-of-glasses-is-to-be-lifted-so-adopt-ayurvedas-beginnings-process

બાળકોમાં આઉટડોર ગેમ્સનું પ્રમાણ ઘટતા તથા પૌષ્ટિક આહારની ખામીને કારણે આંખના દર્દોમાં થયો છે વધારો: ડો.ધર્મેન્દ્રસિંહ વાઘેલા

જામનગર:-જામનગરની ગુજરાત આયુર્વેદ યુની.માં શાલકય વિભાગમાં નિયમીત 100થી વધુ દર્દીઓ લાભ લેતાં હોય છે, આયુર્વેદના 8 વિભાગમાં શાલકય વિભાગ એટલે આંખ, કાન, નાક, ગળુ, દાંત, મગજ સહીતના શરીરના અવયવોનો સમાવેશ થાય છે, આયુર્વેદ યુની.માં આંખના વિભાગમાં પણ મહત્વની કામગીરી કરવામાં આવે છે.

જામનગરની ગુજરાત આયુર્વેદ યુની.ના શાલકય વિભાગના વડા ડો. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આંખના વિભાગની તલસ્પર્શી વિગતો નવાનગર ટાઇમને આપી હતી અને જણાવ્યું હતું કે આંખ એ શારીરીક અંગોમાં અત્યંત મહત્વનું અંગ માનવામાં આવે છે, આંખની જાળવણી રાખવી, પૌષ્ટિક આહાર લેવો વગેરે વિશે વિશિષ્ટ ચર્ચા તેમણે કરી હતી. આયુર્વેદના આંખના વિભાગમાં નિયમીત 100થી વધુ દર્દીઓ લાભ લે છે અહીં મોર્ડન એસ્યુમેન્ટનો ઉપયોગ કરી દર્દીઓને આંખના નંબર સહીતની તપાસ કરવામાં આવે છે તમામ પ્રકારની તપાસ વિના મુલ્યે અહીં કરાય છે, આંખના દર્દો મોતીયો, જામર, આંખ સુકાઇ જવી તમામ રોગના દર્દીઓને અહીં આધુનિક પઘ્ધતીથી સારવાર આપવામાં આવે છે. પીજી વિભાગના પીએચડી કરતાં વિદ્યાર્થીઓ વિવિધ રીસર્ચ કરતાં હોય છે જેમાં ડો. ધર્મેન્દ્રસિંહ વાઘેલાની રાહબરી હેઠળ 10થી વધુ પ્રોજેકટ ચાલે છે આ વિભાગમાં જામરની તપાસ માટેનું અતિઆધુનિક સાધન ‘પેરીમીટર’ પણ વસાવવામાં આવ્યું છે, ચશ્માના નંબર કાઢવાના હોય કે આંખને લગતી અન્ય બિમારી હોય તેમાં આયુવેદિક પઘ્ધતી અને અતિઆધુનિક ટેકનોલોજીનો સમન્વય કરી આંખના દર્દીઓને સારવાર આપવામાં આવે છે.

આધુનિક સમયમાં ચશ્માના નંબર બાળકથી માંડી યુવાનો અને વૃઘ્ધોમાં વધુ પડતાં પ્રમાણમાં જોવા મળે છે. આ વિષય પર જણાવે છે કે આધુનિક જીવનશૈલી લાઇફસ્ટાઇલ વગેરેમાં મોટા પરીવર્તનો જોવા મળ્યાં છે સમયના અભાવે માનવી ફાસ્ટફુડ લેતો થયો છે, શરીરમાં પોષકતત્વો, વિટામીનનું પ્રમાણ જળવાતું નથી, આથી યુવા પેઢી બાળકો વગેરેને વહેલીતકે ચશ્માના નંબર આવી જતાં હોય છે, તેને અટકાવવા માટે આયુર્વેદમાં તર્પણ નામની પ્રક્રિયા કરવામાં આવે છે જેનાથી આંખનું તેજ વધે છે અને ચશ્માના નંબર બાળકને ઉતરી જાય છે તેમજ આગળ વધતા અટકાવી શકાય છે. અહીં આયુર્વેદિક પઘ્ધતીથી અમો દર્દીઓને વધુ પડતાં ચશ્માના નંબર હોય તો તે ઘટાડવાની પણ શ્રેષ્ઠ ચીકીત્સા આપીએ છીએ..

અત્રે નોંધનીય છે કે આંખના દર્દોનું પ્રમાણ આજના સમયમાં વધતુ જાય છે તેવામાં આયુર્વેદિક પઘ્ધતીથી આંખના નંબર ઘટાડવા તેમજ સ્વાસ્થ્ય જાળવણી વિશે પૌષ્ટિક આહાર વિશે આપણી પ્રાચિન સંસ્કૃતિને જાળવી રાખવી જોઇએ તેમજ આપણા ઋષીમુની પ્રાચિન વિદ્યા યોગ પ્રાણાયામ કરવાથી પણ આંખના દર્દોમાં મહંદ અંશે રાહત થાય છે.

Related posts

જામનગરમાં રાજકીય દબાણ સામે popનું જાહેરનામું દબાય ગયું

Nawanagar Time

અંધારી રાત્રિમાં પ્રસુતાની સફળ ડિલિવરી કરાવતી 108ની ટીમ

Nawanagar Time

જીજીની પૅથોલોજી ટીમે 10 હજાર કોરોગ્રસ્ત દર્દીઓના લોહીની ચકાસણી કરી

Nawanagar Time

Leave a Comment