Nawanagar Time
ગુજરાત

સાંસદ પૂનમબેન માડમના કાર્યાલયને ખુલ્લુ મુકાયું

the-office-of-mp-poonamben-madam-opened

ખંભાળિયા:-જામનગર લોકસભા મત વિસ્તાર માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામ ખંભાળિયા ખાતે ભારતીય જનતા પાર્ટીના મઘ્યસ્થ ચૂઁટણી કાર્યાલયને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ખંભાળિયાના જોધપુર  ચોક ખાતેનું આ મઘ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ધાટન જામનગર- દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમની ખાસ ઉપસ્થિતિમાં ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ચેરમેન મુળુભાઇ બેરા, જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા, ગ્રીમકોના ચેરમેન તથા આ બેઠકના સહ ઇન્ચાર્જ મેઘજીભાઇ કણઝારીયા સહિતના પાર્ટીના હોદેદારો-કાર્યકરો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ત્યાર  અહિના ભગવતી મેરેજ હોલ ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના કાર્યકરોનું સંમેલન યોજાયું હતું. જેમાં ખાસ જોડાયેલા જિલ્લાભરના હજારો કાર્યકરોને ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે ઉદ્ધાટન કર્યું હતું. આ સંમેલનમાં મુળુભાઇ બેરા, મેઘજીભાઇ કણઝારીયા, કાળુભાઇ ચાવડા તથા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું. અને પુનમબેનને બહોળી બહુમતીથી વિજેતા  આહવાન કર્યું હતું.

Related posts

આનંદો….આ શિક્ષકોને પણ સરકારી શાળાના શિક્ષકો જેટલો પગાર

Nawanagar Time

જામનગરના જનસેવા કેન્દ્રમાં ફડાકાવાળી

Nawanagar Time

વાહ, રે..! જામ્યુકો કર્મચારીએ રાજીનામું આપ્યું અને પત્રક બીલ લાખોમાં બન્યું !

Nawanagar Time

Leave a Comment