Nawanagar Time
ગુજરાત જામનગર

તકિયા-શેતરંજી બનાવવાના નામે પરપ્રાંતિય ગેંગે અનેકને છેતર્યા

the-parrot-gang-has-betrayed-many-people-in-the-name-of-making-pakya-chaitanya

ગૃહિણીઓ પાસેથી રૂપિયા 100 થી 1000નું ઉઘરાણું કરી રફૂચક્કર : અનેક મહિલાઓ જાસામાં આવી હોવાનો ધડાકો

જામનગર:-જામનગરમાં તકિયા-શેતરંજી બનાવવાના નામે ગૃહિણીઓ પાસેથી રૂપિયા ઉઘરાવી છેતરપિંડી આચરતી પરપ્રાંતિય ટોળકી સક્રિય બની છે. ઘરે ઘરે જઇ જૂના કપડાંમાંથી તકિયા-શેતરંજી બનાવી આપવા માટે રૂપિયા 100 થી 1000 સુધીનું ઉઘરાણું કરી અનેક ગૃહિણીઓ સાથે છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળે છે.

જામનગરના સતવારાવાડ, કસાઇવાડો, ફરાસવાડો, મણિયાર શેરી, ગરાણાવાડ, કાલાવડ નાકા નજીકના સોસાયટીઓ, મોરકંડા રોડ, ઘાંચીવાડ અને અગિયારીનો ચોક સહિતના વિસ્તારોમાં આ ગેંગ સકિ્રય હોવાનું માનવામાં આવે છે. આ વિસ્તારોના 100 થી 150 પરિવારો સાથે પરપ્રાંતિય ગેંગે નાણાં ઉઘરાવ્યા હોવાનું જાણવા મળે છે. જૂના કપડાંમાંથી બેડશીટ, તકિયાના કવર જેવી વસ્તુઓ બનાવવા માટે ટોકનપેટે રૂપિયા 100 થી 1000નું ઉઘરાણું કરવામાં આવે છે. ત્યારબાદ આઠ દિવસનો સમય માગવામાં આવે છે.

ત્યારબાદ ઉઘરાવેલા રૂપિયાની રસિદ પણ આપવામાં આવે છે. આવી લોભામણી જાહેરાતમાં અનેક ગૃહિણીઓ ફસાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ગેંગના કૌભાંડમાં મહિલાઓ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. ચારથી બાર જણાની આ પરપ્રાંતિય ટોળકીએ હજારો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

Related posts

શાહી શક્તિ પ્રદર્શન સાથે ભાજપના 8 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

Nawanagar Time

એન્કર વિરૂદ્ધ માનહાનિનો દાવો માંડતા વિક્રમભાઈ માડમ

Nawanagar Time

કોના બાપની દિવાળી? કચરા-ફૂવારા માટે કરોડોનું આંધણ

Nawanagar Time

Leave a Comment