Nawanagar Time
ધાર્મિક

મોતી શંખ છે દુર્લભ અને ચમત્કારી, તંત્ર શાસ્ત્રમાં થાય છે ખાસ ઉપયોગ

the-pearl-conch-is-rare-and-comical-specially-used-in-the-system-script

મોતી શંખ અત્યંત દુર્લભ શંખ છે. તંત્ર શાસ્ત્રમાં આ શંખને ચમત્કારી ગણાવાયો છે. આ શંખ જોવામાં અત્યંત સુંદર હોય છે. તે સફેદ મોતી સમાન ચમકતો હોય છે તેથી જ તેને મોતી શંખ કહેવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર આ શંખના કેટલાક ઉપાય જો ખાસ નક્ષત્રમાં કરવામાં આવે તો તે ક્યારેય વિફળ જતાં નથી. જો આ ઉપાયોને તમારે પણ અજમાવવા હોય તો સારા દિવસ જેવા કે સોમ, રવિ, શુક્ર, ગુરુવાર હોય અને રાજયોગ કે પુષ્ય નક્ષત્ર કે રવિયોગ કે કોઈપણ શુભ નક્ષત્રમાં જે શુભ કામ કરવામાં આવે તે ફળીભૂત થાય જ છે. તો જાણી લો નસીબ બદલી દેતાં શંખના આ ઉપાયો વિશે.

  • જો રવિ પુષ્ય નક્ષત્રમાં મોતી શંખને કાર્યસ્થળમાં સ્થાપિત કરવામાં આવે તો આર્થિક ઉન્નતિ અવશ્ય થશે.
  • રવિ પુષ્ય નક્ષત્રમાં આ શંખમાં પાણી ભરીને લક્ષ્મીજીની મૂર્તિ સાથે રાખવામાં આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
  • રવિવારે આ શંખની સ્થાપના ઘરમાં કરવી અને ત્યારપછી રોજ ઘરમાં “શ્રી મહાલક્ષ્મૈ નમ:” મંત્ર 11 વાર બોલતાં બોલતાં તેની સાથે ચોખાનો એક એક દાણો શંખમાં ભરતાં જવો. 11 દિવસ સુધી આ ઉપાય કરવો. આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે.
  • વેપારમાં નુકસાન થતું હોય તો એક શંખ રવિ પુષ્ય નક્ષત્ર પર તિજોરીમાં રાખી દેવો. વેપારમાં વૃદ્ધિ થવા લાગશે.

Related posts

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ ??

Nawanagar Time

આગામી તહેવારોમાં મૂર્તિને અડવાની તેમજ ગાવા-વગાડવા પર પ્રતિબંધ

Nawanagar Time

ધનવાન બનવું હોય તો તમારા ઘરના રસોડામાં જ છે આની ચાવી, જાણો કેવી રીતે…

Nawanagar Time

Leave a Comment