Nawanagar Time
ગુજરાત જામનગર

નળમાં ગટરના ગંદા પાણી પ્રશ્ર્ને ગુલાબનગરની મહિલાઓ રણચંડી બની

the-people-of-gulabnagar-become-amazed-by-the-sewage-treatment-of-tap-water

જામનગર મહાનગર પાલિકાનો ઘેરાવ કરી સત્તાધીશોની આંખ ઉઘાડવાનો પ્રયાસ

જામનગર:-જામનગર મહાનગર પાલિકાની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગુલાબનગરમાં લાંબા સમયથી નળમાંથી ગટરના પાણી વહેતા હોવાની ફરિયાદો ઉકેલવામાં જામનગર મહાનગર પાલિકાના સત્તાધીશો નપાણિયા સાબિત થતાં આજે રણચંડી બનેલી  મહાનગર પાલિકા પહોંચી હતી અને પાલિકાનો ઘેરાવ કર્યો હતો. વિગતો મુજબ જામનગરના ગુલાબનગરની સિન્ડીકેટ સોસાયટી તથા પીપરીયાની વાડી વિસ્તાર સહિતના એરીયામાં નળમાંથી ગટરના પાણી આવતુ હોવાની ફરિયાદો લાંબા સમયથી સ્થાનિકો કરી રહ્યા છે. પરંતુ કુંભકર્ણ નિંદ્રામાં પોઢાયેલુ તંત્ર સ્થાનિકોની સમસ્યા ઉકેલવામાં રસ ન લેતુ હોવાનું ફલીત થયું છે. ગંદા  કારણે ચામડી અને પેટના રોગનો ભોગ બની રહ્યા છે. લોકો ગંભીર બિમારીથી પીડાવા લાગે તેવી દહેશત ઉભી થઇ છે. જો કે લાંબા સમયથી ફરિયાદોનો ઉકેલ ન આવતા આજે ગુલાબ નગરની મહિલાઓના રોષનો ભોગ સત્તાધીશોને બનવુ પડયુ છે. આજે ગુલાબનગરની મહિલાઓ પાલિકાનો ઘેરાવ કરવા પહોંચી હતી અને સાથે નળમાંથી ભરેલા  પાણીની બોટલ પણ લઇ ગઇ હતી. સત્તાધીશોને નરી આંખે દેખાય તેટલું ગંદુ પાણી બોટલમાં ભર્યુ હતું.

આજે જામનગર મહાનગર પાલિકા ખાતે ગંદા પાણીના પ્રશ્ર્ને પહોંચેલી મહિલાઓએ દેકારો કરી સત્તાધીશોને ઉગ્ર રજૂઆત કરી હતી. અને બોટલમાં ભરેલા ગંદા પાણીના પુરાવા પણ રજૂ કર્યા હતાં.

the-people-of-gulabnagar-become-amazed-by-the-sewage-treatment-of-tap-water
the-people-of-gulabnagar-become-amazed-by-the-sewage-treatment-of-tap-water
the-people-of-gulabnagar-become-amazed-by-the-sewage-treatment-of-tap-water
the-people-of-gulabnagar-become-amazed-by-the-sewage-treatment-of-tap-water
the-people-of-gulabnagar-become-amazed-by-the-sewage-treatment-of-tap-water
the-people-of-gulabnagar-become-amazed-by-the-sewage-treatment-of-tap-water

Related posts

જામનગરમાં શ્રીગુરૂ ગોવિંદસિંઘની જન્મ જયંતીની શાનદાર ઉજવણી

Nawanagar Time

હાલારભરની એકપણ જમીનના સર્વે નંબર સાચા હોય તો રાજકારણ છોડી દઈશ: પાલભાઈ

Nawanagar Time

ફાયરીંગ પ્રકરણમાં વધુ એક આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર

Nawanagar Time

Leave a Comment