Nawanagar Time
ધાર્મિક

ભૂલથી પણ ન પહેરવો જોઇએ આ રાશિના લોકોએ નીલમ રત્ન

the-people-of-this-zodiac-should-not-be-swayed-by-mistake

દુનિયાના દરેક વ્યક્તિના જીવનમાં જ્યોતિષ શાસ્ત્ર અને રત્નશાસ્ત્રનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. એવામાં જ્યોતિષ શાસ્ત્ર અને રત્ન શાસ્ત્ર અનુસાર વ્યક્તિ અનેક પ્રકારના રત્ન ઘારણ કરીને અનેક રોગો, નફરત તેમજ અસફળતાથી બચી શકે છે. એવામાં રત્નો ધારણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે રત્ન જીવનને સફળ બનાવી દે છે. પરંતુ રત્ન યોગ્ય રાશિ વાળા વ્યક્તિ ધારણ કરે છે તો તેમના માટે ખૂબ શુભ માનવામાં આવે છે. જો કોઇ વ્યક્તિ તેમની ઇચ્છા અનુસાર કોઇપણ રત્નને ધારણ કરે છે તો તે રત્નથી વ્યક્તિને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

જો રત્ન યોગ્ય રીતે ધારણ કરવામાં ન આવે તો નુકસાન થઇ શકે છે. તેનાથી તેના જીવનમાં સંકટ આવી શકે છે અને આજે અમે તમને તેનાથી જોડાયેલી કેટલીક વાતો અંગે જણાવવા જઇ રહ્યા છીએ કે કઇ રાશિના લોકોએ નીલમ રત્ન ક્યારેય ધારણ ન કરવો જોઇએ. કારણકે તેનાથી વધારે પ્રમાણમાં નુકસાન થઇ શકે છે. કહેવાય છે નીલમ રત્ન શનિ ગ્રહનો રત્ન માનવામાં આવે છે અને જે પણ વ્યક્તિ આ રત્નને ધારણ કરે છે તેના જીવનમાં શનિ ગ્રહ ખૂબ બળવાન હોય છે. તેની સાથે જ તે વ્યક્તિના જીવનમાં શનિ ગ્રહ ખૂબ મહત્વ રાખે છે અને કોઇનો શનિ ગ્રહ બળવાન થઇ જાય છે તો તે વ્યક્તિને સફળતા પ્રાપ્ત કરવાથી કોઇ રોકી શકતું નથી. એવામાં તેમના જીવનમાં દરેક કાર્ય યોગ્ય રીતે થાય છે અને ખુશીનું આગમન થવા લાગે છે.

કહેવાય છે નીલમ રત્નને ધારણ કરવાથી વ્યક્તિનું ભાગ્ય તેનો પૂરો સાથે આપે છે અને તેમના જીવનમાં દરેક સમસ્યા ખતમ થઇ જાય છે. તેની સાથે કેટલીક ખાસ રાશિઓ હોય છે. જે નીલમ રત્ન ધારણ ન કરે તો તેમના સારું હશે. તમને જણાવી દઇએ કે તે રાશિઓમાં કર્ક, મકર, વૃશ્વિક અને કુંભ રાશિ સામેલ છે જેને ભૂલથી પણ નીલમ રત્ન ન પહેરવો જોઇએ.

 

Related posts

એક દેડકો કરે છે આ શિવમંદિરની રક્ષા,જાણો કેમ અને ક્યાં આવેલ છે આ શિવ મંદિર…

Nawanagar Time

ધન સંબંધી સમસ્યાઓથી બચવું હોય તો આટલું કરો

Nawanagar Time

‘રામચરિત’ માનસ મુજબ સત્સંગની વ્યાખ્યા

Nawanagar Time

Leave a Comment