Nawanagar Time
ગુજરાત જામનગર

સસ્તી ગાડીની પૈસાની લેતી-દેતી કરનાર મુખ્ય વ્યકિતનું નિધન

the-person-who-died-taking-the-cheapest-car-money-transactions

ખોડિયાર કોલોનીના મોટામાથાંએ સવા કરોડ રોકયા હોય વ્યાજની સતત ઉઘરાણીના ટેન્શનમાં અવસાન થયાની ચર્ચા

જામનગર:-જામનગરને હચમચાવતા સસ્તી લકઝરીયર્સ કાર આપવાની સ્કીમમાં અનેક લોકોના નાણાં અને ગાડી બન્ને ફસાયા છે ત્યારે ખોડિયાર કોલોનીના એક મોટા માથાંએ આ સ્કીમમાં સવા કરોડનું ધીરાણ આપ્યું હોય સમયસર વ્યાજ ન મળતાં ઉઘરાંણી માટે ધમપછાડા શરૂ કરતાં આ ટેન્શનમાં સ્કીમ માટે નાણાં ઉઘરાવાની જવાબદારી લેનાર એક મહત્વની વ્યકિતનું નિધન થતાં ચકચાર જાગી છે.

સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગરમાં છેલ્લા ઘણાં સમયથી લોકોને સસ્તા ભાવે લકઝરીયસ ગાડી વેંચવાના નામે લાંબાગાળે શીશામાં ઉતારવાનું મસમોટું કૌભાંડ ચાલી રહયું છે જેમાં છેલ્લા એક દોઢ મહીનાથી સ્કીમના સંચાલકો ગાડી અને નાણાંં આપવામાં ઉંડા ઉતારતા લોકોમાં દેકારો મચી ગયો છે. બીજી તરફ આ લલચામણી લોભામણી સ્કીમમાં સવા કરોડ જેવું માતબર ધીરાણ કરનાર ખોડિયાર કોલોનીના એક લેન્ડ લોડને નિયમીત વ્યાજ ન મળતાં વ્યાજના નાણાં મેળવવા કડક અને સતત ઉઘરાણી શરૂ કરી હતી.

વધુમાં આ નાણાં જેની જવાબદારી ઉપર સ્કીમ સંચાલકને અપાયા હતા તે વ્યકિત સતત ટેન્શનમાં આવી જતાં બુધવારના રોજ આ સ્કીમના કી પર્સન એવા વ્યકિતનું નિધન થઇ જતાં સન્નાટો વ્યાપી ગયો છે. હાલમાં તો સ્કીમના મુખ્ય સંચાલક સસ્તા ભાવે મોંઘી ગાડીઓ નોંધાવનારાઓને નોધારા મુકી અંધારામાં ઓગળી ગયા હોય સસ્તી ગાડી મામલે જામનગરમાં તરેહ તરહની ચર્ચાઓ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, જામનગરમાં રાજકીય માણસો અને અન્ય વગદારોને સરકારી અધિકારી-કર્મચારીઓને ગાડીઓ આપી અન્ય લોકોને લલચાવા પાછળ સ્કીમના ફ્રોડ સ્ટરો દ્વારા અત્યાર સુધીમાં કરોડો રૂપીયાનું આંધણ કરી નાખવામાં આવ્યું છે. આ સંજોગોમાં હવે ટુંક સમયમાં જ સસ્તી ગાડીની સ્કીમમાં હવાઇ પરપોટા ફુટી જવાના સાફ સાફ સંકેતો સાંપડી ગયા છે.

Related posts

એક સડેલી કેરી આખો સુંડલો બગાડે,સુનિલ ભાનુશાળી તોડ પ્રકરણમાં નિવેદન નોંધતી એસીબી

Nawanagar Time

અરજદારોની અવ્યવસ્થા દૂર કરવા પ્રયોગઃ હવે કોઈ કામ માટે લાઈનમાં નહીં ઊભું રહેવું પડે

Nawanagar Time

ગીરમાં પાણીની બોટલ સહિત પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ

Nawanagar Time

Leave a Comment