Nawanagar Time
ગુજરાત જામનગર

જી.જી.માં 12 દિવસે MRIમશીન ચાલુ થયું તો પ્લેટ ખૂટી

the-plate-is-missing-when-the-mri-machine-is-turned-on-in-gg-12-days

કોન્ટ્રાક્ટર કંપનીને નિયમિત નાણાંનું ચુકવણું ન કરાતા મશીન રિપેરિંગમાં ઢીલ

જામનગર:-જામનગર જી.જી.હોસ્પિટલમાં છ માસમાં પાંચ વખત એમઆરઆઇ મશીન બંધ થયું છે. જ્યારે 12 દિવસ મશીન બંધ રહ્યા બાદ આખરે  થયું છે.પરંતુ હવે પ્લેટો ખુટી છે તો મશીનનો કોઇ અર્થ રહ્યો નથી.જ્યારે ગાંધીનગરથી મશીનના કોન્ટ્રાક્ટ કંપનીને નિયમિત ચૂકવણું ન કરાતા મશીન બંધ થયા પછી રિપેરિંગમાં ઢીલ કરવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લાની એક માત્ર સુવિધાયુકત જી. જી. હોસ્પિટલની માઠી બેઠી હોય તેમ એક સાંધો  13 તુટે તેવી સ્થિતિ વચ્ચે એમ.આર.આઇ. મશીન બંધ પડી જતાં દર્દીઓને લૂંટાવાનો વારો આવ્યો છે બીજી તરફ દશ વર્ષનું આયુષ્ય ધરાવતા મશીનને 13 વર્ષ થવા છતા ધક્કા મારીને ચલાવાઇ રહ્યું છે, પરંતુ નવું મશીન ફાળવવામાં આવેલ છે. 2008માં 10 વર્ષનું આયુષ્ય ધરાવતું મશીન ફાળવાયું છે. સરકારે ૠખજઈઈંને મશીનરી પુરવાર  આવી રહી છે. કોન્ટ્રાક્ટ કંપનીની મશીન રિપેરિંગ કરવા માટેની જવાબદારી રહેલી છે.પરંતુ ૠખજઈં દ્વારા મશીની રિપેરિંગનું અગાઉનું લાખોનું ચુકવણું કરવામાં આવ્યું નથી.જેથી મશીન બંધ થતા કોન્ટ્રાક્ટ કર્મીઓ દ્વારા રિપેરિંગ કરવામાં ઢીલ કરવામાં આવે છે.

દરમ્યાન 12 દિવસ બાદ કોન્ટ્રાક્ટ કંપની દ્વારા દર્દીઓ માટે માનવતા દાખવીને રિપેરિંગ પણ કરી દેવામાં  છે.તો બીજી બાજું પ્લેટો ખૂટી જતા સમસ્યા યથાવત રહી છે. હોસ્પીટલમાં વારંવાર મશીન બંધ પડી જાય છે.વર્ષો જુના મશીનની જગ્યાએ નવું એમઆરઆઇ મશીન ફાળવવા ચાર વર્ષ પુર્વે હોસ્પીટલના સતાધિશો દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે.છતા પણ વડી કચેરી દ્વારા રજુઆતને ગણકારવામાં આવી નથી.

Related posts

ચોમાસા પૂર્વે તમામ વિભાગોને સાબદા કરતાં કલેકટર

Nawanagar Time

કાલે હાર્દિક પટેલ- જીગ્નેશ મેવાણી જામનગરમાં સભા ગજવશે

Nawanagar Time

માર્કેટીંગ યાર્ડના સતાધીશોની પાંખો કાપી લેતી સરકાર

Nawanagar Time

Leave a Comment