Nawanagar Time
ગુજરાત જામનગર

સ્પોર્ટ્સ સંકુલનો ફરી કબજો સંભાળવામાં સફળ બનેલા ‘ખેલાડી’

the-player-who-succeeded-in-the-rehabilitation-of-sports-complexes

જંગી ખરીદીઓ અને લાગતા વળગતાની દુકાને થી જ કરાવી હોવાના થોકબંધ આક્ષેપો બાદ પણ ફરીથી જાણે ‘શુદ્ધ’ થઇ નવી ‘ઈનિંગ્સ’ રમવા આવી પહોંચ્યા

જામનગર:-શહેરજનોની તંદુરસ્તી અને રીફ્રેશમેન્ટ માટેનું મહત્વનું સેન્ટર સ્પોર્ટસ સંકુલ ફરીથી ‘ખેલાડી’ હસ્તક સોંપાયુ છે. એટલે કોર્પોરેશનમાં ચર્ચા છે કે સ્પોર્ટસ સંકુલનો ફરી કબજો સંભાળવામાં ‘ખેલાડી’ સફળ થયા છે  તો જંગી ખરીદીઓ (ટેન્ડર અંગેની ડયુ પ્રોસેસ વગર) પોતાની અને લાગતા વળગતાની દુકાનેથી જ કરાવી હોવાના થોકબંધ આક્ષેપો થયેલા માટે હટાવાયેલા પરંતુ ‘શુઘ્ધ’ થઇને નવી ‘ઇનીંગ્સ’ રમવા ભાઇ ફરીથી સારી પેઠે ગોઠવાઇ ગયા છે. જામનગર મહાનગર પાલિકાના અમુક અધીકારીઓ-કર્મચારીઓ પ્રજા પ્રતિનિધિઓ-આગેવાનોએ ભેગા મળીને કરેલા લાખોના ધુમાડા અંગેની જે બાબતો  આવેલી તેના લાખો રૂપિયાના ખર્ચ કપડા-બુટ-ક્રિકેટના સાધનો-બેડમીન્ટન સાધનો-સ્યુટ-સ્પોર્ટસ કીટ વગેરેનો ગણ્યો હતો અને એક-એક આઇટમમાં રૂપિયા બબ્બે હજારનો બજાર ભાવ કરતા વધારો ચુકવાયો હતો આ સમગ્ર બાબતો ઘણા મહીનાઓ સુધી અવિરત ચાલતી રહી ત્યાર બાદ કોઇના ઘ્યાનમાં આવતા સમગ્ર પ્રકરણો ઉજાગર થયા હતા અને આ તમામ બાબતે મુખ્ય ‘ખેલાડી’  સ્પોર્ટસ સંકુલનો ચાર્જ ઝુટવાયો હતો. કેમ કે મોટાભાગની ખરીદીનો ભાવ મંગાવ્યા વગર, ટેન્ડર બહાર પાડયા વગર, ત્રણ કવોટેશન વગર ‘ખેલાડી’એ પોતાની દુકાનેથી જ ખરીદી કરી હતી. જેના કારણે જાણકારોએ ટ્રેક શુટ, બુટ, બોલ, બેટ, કીટ વગેરે લઇ જઇ બીજી દુકાનોમાં ભાવ પુછતા અનેક ગણા વધુ નાણા ચુકવાયાનું સામે આવ્યુ

આવુ જંગી કારસ્તાન રચાયુ હોવા છતાં ફરીથી આ ‘ખેલાડી’ને જ સમગ્ર સ્પોર્ટસ સંકુલનો ચાર્જ આપી દેવાયો છે.

Related posts

દરેડ જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશનની પાંખ કાપી લેતાં ચૅરિટી કમિશ્ર્નર

Nawanagar Time

1લી માર્ચથી ટેકાના ભાવે ચણાની ખરીદી

Nawanagar Time

પીજીવીસીએલની અક્કલને દાદ: રોડની લગોલગ, વૃક્ષની નજીકમાં જ વીજપોલ ઉભા કર્યા…!

Nawanagar Time

Leave a Comment