Nawanagar Time
ગુજરાત જામનગર

જેલ મા કોનું ચાલે ? નાસ્તો કરવાની ના પાડતા ખૂંખાર કેદીએ પોલીસનું માથું ફોડયું

the-police-head-of-the-prisoner-did-not-refuse-to-take-breakfast

કોર્ટ સંકુલમાં સર્જાયા ફિલ્મી દૃશ્યો ખૂન કેસના આરોપીની ધરપકડ પોલીસમેનને સારવાર માટે ખસેડાયા

જામનગર:-શહેરમાં લાલ બંગલા નજીક  ગઇકાલે સવારે મુદતે લવાયેલા હત્યા કેસના કાચા કામના ખૂંખાર કેદીને જાપ્તા ટીમના પોલીસ કોન્સટેબલે ચા-નાસ્તો કરવા માટે પરીવાર સાથે જવાની ના પાડતા ઉશ્કેરાયેલા કેદીએ પોલીસ કોન્સટેબલને માથામાં પહેરેલી હાથકડી ઝીંકી દેતા લોહીલુહાણ હાલતમાં તેને હોસ્પીટલમાં ખસેડાયો હતો.આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હોસ્પીટલ ખાતે દોડી ગયા હતા.શનિએ  ઝટકો મારી હાથકડી છોડાવીને પોલીસ પર હુમલો કર્યો. આરોપી શની ઝાલાને પોલીસ જાપ્તાના લોકરક્ષક પોલીસ કોન્સટેબલ રવિ સુખાભાઇ પરાલીયા સહીતના બે પોલીસ કર્મચારી હાથમાં હાથકડી પહેરાવી સરકારી વાહનમાં મુકવા માટે કોર્ટ પટાંગણમાં કેન્ટીન નજીકથી પસાર થઇ રહયા હતા ત્યારે આરોપી શનીએ ફરજ પરના રવિભાઇને મારા પરીવારના સભ્યો આવ્યા છે  મારે તેની સાથે ચા-નાસ્તો કરવા માટે જવુ છે તેમ કહ્યુ હતુ જેની પોલીસ કર્મચારી રવીભાઇએ ના પાડતા એકદમ ઉશ્કેરાઇ શનિએ હાથમાંથી ઝટકો મારી હાથકડી છોડાવીને કપાળના ભાગે ઝીંકીને ઝપાઝપી કરી હતી. જે સમયે અન્ય પોલીસ કર્મચારીઓએ તુરંત જ આરોપી શનિને દબોચી લીધો. પોલીસ કર્મચારી પરના આ હુમલાના બનાવના પગલે  તફડી મચી જવા પામી હતી.જોકે,જાપ્તાના અન્ય પોલીસ કર્મચારીઓએ તુરંત જ આરોપી શનિને દબોચી લીધો હતો.

આ હુમલામાં લોહીલુહાણ બનેલા લોક રક્ષક પોલીસ કોન્સ્ટેબલ રવિભાઇને તાકીદે સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડાયા હતા.આ બનાવની જાણ થતા સીટી ડીવાયએસપી સહીતના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા હતા.આ બનાવની મોડેથી ઇજાગ્રસ્ત પોલીસમેન રવિભાઇની ફરીયાદ  પોલીસે શનિ સામે સરકારી કર્મચારી પર ચાલુ ફરજે હુમલા સહીતની કલમો હેઠળ ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરી છે.

Related posts

જામનગર સ્મશાન ગૃહ સમિતિ દ્વારા જાહેર જનતાને અપીલ

Nawanagar Time

દ્વારકાધીશ મંદિરે ધ્વજામાં હજુ ભાવિકોનો ધસારો નહીંવત્

Nawanagar Time

પાણીની પાઈપલાઈન કાપવા મુદ્દે મહિલાઓ રણચંડી બની

Nawanagar Time

Leave a Comment