Nawanagar Time
ગુજરાત જામનગર

જામ્યુકોના બજેટમાં સુચવાયેલા નવા કરબોજમાં ઘટાડો થવાની સંભાવના

the-budget-of-jamnagar-municipal-corporation

કાલે મળનારી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં પાણીવેરામાં ઘટાડો, સોલીટ વેસ્ટ અને ભૂર્ગભ ગટર કલેકશન ચાર્જ નાબુદ થાય તેવી શકયતા

જામનગર:-જામનગર મહાનગર પાલિકાનું વર્ષ 2019-20નું બજેટ  મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સ્ટેન્ડીંગ કમિટીને સોંપાયું હતું. આ બજેટમાં 37 કરોડ રૂા.ના નવા કરવેરાની શહેરીજનો નારાજ થવાની સંભાવના હોય આ કરવેરાને કાઢી નાખવાનો નિર્ણય શાસક પક્ષની બજેટ રિવ્યુ બેઠકમાં કરવામાં આવ્યો છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવનારો છે.

વિકસતા જતા જામનગર શહેરનો સર્વાંગી વિકાસ   તત્કાલીન મ્યુનિસિપલ કમિશ્નર આર.બી. બારડે મહાનગર પાલિકાનું વર્ષ 2019-20નું રૂા.625.40 કરોડનું બજેટ બનાવીને સ્ટેન્ડીંગ કમિટીને સુપ્રત કર્યુ હતું. આ બજેટમાં રૂા.37.40 કરોડના નવા કરવેરા સુચવવામાં આવ્યા હતાં. જેમાં પાણી વેરામાં રૂા.150નો વધારો કરવાનો ઉપરાંત, સોલીડ વેસ્ટ અને ભુગર્ભ ગટર કલેકશન વગેરેના ચાર્જમાં પણ વધારો કરવાનું સુચવવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ  આપેલા બજેટ અંગે નિર્ણય કરવા આવતીકાલે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક યોજાનારી છે. તે પૂર્વે ગઇકાલે શાસક જુથના પદાધિકારીઓ અને શહેર ભાજપના હોદ્દેદારોની એક બજેટ રિવ્યુ બેઠક યોજાઇ હતી. જેમાં બજેટમાં સુચવાયેલા નવા કરબોજ સામે શહેરીજનોમાં જોવા મળતા વિરોધ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ આ કરબોજને વધારે  માનીને તેમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા દર વર્ષે રજૂ થતાં બજેટમાં અનેક નવા કરો સુચવવામાં આવે છે.

શહેરીજનોને રાજી રાખવા શાસકો તેમાં થોડો ઘટાડો કરીને મનપાની આવક વધવાની સાથે શહેરીજનો ખુશ રહે તેવા પ્રયત્નો કરતા હોય છે પરંતુ ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણી  મ્યુનિસિપલ કમિશ્નરે સુચવેલો નવો કરબોજને સાવ નાબુદ કરવામાં આવે છે કે તેમાં ઘટાડો કરવામાં આવે છે તે આવતીકાલે મળનારી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં જાહેર કરવામાં આવનારૂ છે.

મળેલી એક માહિતી મુજબ ભાજપી શાસકો પાણીવેરામાં સુચવાયેલા 150 રૂા.ના વધારાને ઘટાડવાની જાહેરાત કરી શકે છે. જ્યારે, સોલીડ વેસ્ટ અને ભૂર્ગભ ગટર કલેકશન  સુચવાયેલો વધારો રદ્દ કરી નાખે  તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. કરબોજ વધારતુ બજેટ જાહેર થતા જ શહેરીજનોમાં વિરોધ ઉઠવા પામ્યો હતો. જેથી શાસકો આ વિરોધને રોકવા પ્રયાસો કરશે જેવું મનાય રહ્યુ છે.

Related posts

ચૂંટણી ફરજના કર્મીઓને રસીકરણ માટે પ્રયાસ કરાશે: કલેકટર

Nawanagar Time

સરકારી શાળાના ગુણોત્સવ 2.0ના પરિણામ જાહેર કરવામાં ભારે લોંચા

Nawanagar Time

જામનગરમાં તેલિયારાજાઓ રોડ-રસ્તાની સુવિધાથી વંચિત

Nawanagar Time

Leave a Comment