Nawanagar Time
ગુજરાત જામનગર

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિનહરીફ

the-president-of-the-chamber-of-commerce-harif

જામનગર:-વેપાર ઉધોગની જાણીતી સંસ્થા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચુંટણીમાં પ્રમુખ પદ બિનહરીફ ચુંટાયા છે. જયારે 15 વિભાગો માટે 72 થી વધુ ફોર્મ આવતા તેની સ્કુટીની કરવામાં આવી રહી છે. ત્યાર બાદ કારોબારીની ચુંટણી થશે.

રાજાશાહી વખતેની અને  ઉધોગ સાથે સંકળાયેલી જામનગરની અગ્રણીય સંસ્થા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં 1203 સભ્યો છે, આ સંસ્થાની ચુંટણી જાહેર થઇ હતી, જે માટે બુધવારના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે છેલ્લા એક દાયકાથી ચેમ્બર સાથે સંકળાયેલા અને બે ટર્મ સેક્રેટરી રહેલા બિપેન્દ્રસિંહ જાડેજા સિવાય કોઇએ પ્રમુખ પદ માટે દાવેદારી  કરતા તેમને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. જયારે કારોબારીને 15 વિભાગો માટે 72 જેટલા ફોર્મ આવતા તમામની કમિટી દ્વારા સ્કુટીની ચાલી રહી છે. જે મોડીરાત્ર સુધી ચાલે તેવી સંભાવના છે અને ત્યાર બાદ કારોબારી માટે ચુંટણી યેાજાશે.

15 એપ્રિલના રોજ મતદાન તથા પરિણામ જામનગર ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી માટેની  15 વિભાગો માટેની ચૂંટણી માટે બુધવારના ફોર્મ ચકાસણી બાદ તા. 6 સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે તેમજ તા. 15ના રોજ મતદાન થશે. જેનું પરીણામ એજ દિવસે જાહેર કરવામાં આવશે.

Related posts

નિશા ગોંડલિયા યશપાલસિંહને બદનામ કરે છે: રાજપૂત સમાજ લાલઘૂમ

Nawanagar Time

નવાગામ ઘેડમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા

Nawanagar Time

જામનગરમાં તાપમાનનો પારો સિંગલ ડિઝીટમાં: 9.2

Nawanagar Time

Leave a Comment