Nawanagar Time
ગુજરાત જામનગર

રાજપૂત સમાજ હકુભા જાડેજાનું આવતીકાલે અદકેરૂ સન્માન કરશે

the-rajput-community-will-honor-the-late-hakubha-jadeja-tomorrow

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂર્વમંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાશે

જામનગર:-જામનગરના દિગ્ગજ નેતા અને લોક લાડીલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાને રાજ્ય સરકાર દ્વારા મંત્રીપદની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના મંત્રી મંડળમાં હકુભાને સ્થાન મળ્યું છે. પરિણામે સમગ્ર જામનગર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે. હકુભા ઉપર ઠેર ઠેરથી શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે ત્યારે જામનગર જિલ્લાનો રાજપૂત સમાજ  તા.14ના રોજ હકુભા જાડેજાનું અદકેરૂ સન્માન કરશે.

જામનગર જિલ્લાના રાજપૂત સમાજ દ્વારા આવતીકાલે સાંજે પ કલાકે જામનગરના ગાંધીનગર રોડ ખાતે સર્વમંગલ પાર્ટી પ્લોટમાં હકુભા જાડેજાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સન્માન સમારોહમાં અઘ્યક્ષસ્થાને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે રાજ્યના પૂર્વ  કિરીટસિંહ રાણા પણ હાજર રહેશે. કાર્યક્રમમાં માંડવી પંથકના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા પણ ઉપસ્થિત રહેશે. જામનગર જિલ્લામાંથી રાજપૂત સમાજના ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં આ તકે ઉમટી પડશે.

Related posts

ખંભાળિયા હાઈ-વે પર સિક્કા પાટિયા નજીક માર્ગનું કચ્ચરઘાણ

Nawanagar Time

લોક ડાઉન થી મળી મુક્તિ, છૂટછાટ થી થયો ટ્રાફીક જામ..

Nawanagar Time

સમગ્ર રાજ્યમાં ખાનગી શાળાઓને સાણસામાં લેવા શિક્ષણ વિભાગ સજ્જ

Nawanagar Time

Leave a Comment