Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં રોટલા અન્નકુટ મહોત્સવ: હજારો રઘુવંશીઓ ઉમટ્યાં

the-rann-of-ankoot-festival-in-jamnagar-thousands-of-raghuvanshi

જામનગર:-જામનગરમાં રઘુવંશી સમાજ દ્વારા પૂ.જલારામ બાપાના રોટલા અન્નકૂટ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં સમગ્ર શહેરના રઘુવંશી સમાજ ભક્તિભાવથી જોડાયો છે. પૂ. જલારામ બાપાએ વિરપુર ખાતે આજના દિવસથી સદાવ્રતનો પ્રારંભ કર્યો હોય એ ખુશીમાં આ આયોજન કરાયું છે.

જલારામ બાપાના મનોરથને પરિપૂર્ણ કરવા માતૃ વીરબાઇમાં ના સહકારથી સંવત 1876ના મહા સુદી-બીજને સોમવાર તા.17મી જાન્યુઆરી 1820ના શુભ દિને યાત્રાધામ વીરપુરમાં સદાવતનો શુભારંભ કર્યો હતો. આ અવસરને પ્રતિવર્ષ ઉજવવામાં આવે છે જેના અનુસંધાને આજે હાપાના જલારામ મંદિર ખાતે જલારામ સેવા ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ દ્વારા રોટલા અન્નકુટ તથા વડિલોત્સવ ઉજવાય ગયો જેમાં 111 પ્રકારના રોટલાના અનોખા અન્નકુટનો હજારો રઘુવંશીઓએ લાભ લીધો છે. આ તકે વડિલો માટે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતાં. ઉપરાંત આ વર્ષે પણ પરંપરાગત ઉજવણી રૂપે સાત બાય સાત ફુટનો વિશ્ર્વ વિક્રમી રોટલો જલારામ બાપાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને રમેશભાઇ દત્તાણી, ભાવિનભાઇ ભોજાણી અને રાજુભાઇ હિંડોચા સહિતના આગેવાનોએ સફળ બનાવ્યો હતો.

Related posts

જામનગરમાં ગણેશવાસ વિસ્તારમાંથી ગાંજાનું નેટવર્ક પકડાયું: 400 ગ્રામ ગાંજા સાથે એકની અટકાયત

Nawanagar Time

હાપામાં માલગાડીના વેગનો અને એન્જિનોનું મેન્ટેનન્સ વર્ક પૂરજોશમાં

Nawanagar Time

ખાણીપીણીની રેંકડીઓ 10 વાગ્યા સુધી ખૂલ્લી રાખવાની છૂટ આપવા માંગ

Nawanagar Time

Leave a Comment