Nawanagar Time
અમદાવાદ ગુજરાત

જોડિયામાં દરિયાના ખારા પાણી મીઠાં બનાવવાની જવાબદારી સ્પેનની કંપનીને સોંપાઇ

the-responsibility-of-making-the-saltwater-salt-water-in-the-twins-to-the-spanish-company

700 પ્રોજેક્ટમાં બહારની કંપનીને 204 કરોડ રૂપિયા દર વર્ષે ચૂકવાશે: દૈનિક 57 લાખનો ખર્ચ

અમદાવાદ:-દરિયાના પાણીને પેયજળમાં રૂપાંતરિત કરવા માટે સ્પેનની કંપનીને રોજના રૂા. 57 લાખ ચૂકવવાનો કરાર કરી દેવામાં આવ્યો છે. આમ આ કંપનીને વર્ષે રૂા. 204 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવશે. દર વર્ષે આટલી મોટી  વિદેશની કંપનીને ચૂકવવાને બદલે સરકારે પોતે જ પોતાની કંપની ઉભી કરીને દરિયાના પાણીને પેયજળમાં રૂપાંતરિત કરવાની કામગીરી કરાવવી જોઇએ.

ગુજરાત વિધાનસભામાં બોલતાં વલ્લભભાઇ ધારવિયાએ જણાવ્યું હતું કે, ‘રૂા. 700 કરોડના ખર્ચવાળા આ પ્રોજેક્ટ માટે દર વર્ષે આટલી મોટી રકમ વિદેશી કંપનીને ચૂકવવાને બદલે ગુજરાત સરકારે પોતે જ પોતાની કંપની  કરીને આ કામગીરી કરવી જોઇએ. એક લીટર પાણી માટે પોણા છ પૈસાનો ચાર્જ ચૂકવવાનું આયોજન કરાયું છે.’

સરકારની આ ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીએ એપ્રિલ 2018માં મેસર્સ એસેલ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ (મુંબઇ) અને તેની કંપની એબેનસા ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોડલો એમ્બીન્ટે એસ.એ. સ્પેઇન જે.વી. (જોઇન્ટ વેન્ચર)ને આ કરાર સોંપી દેવાયો છે.  કંપનીને રોજના 56 લાખ, દર મહિને રૂા. 17.10 કરોડ અને દર વર્ષે અંદાજે રૂપિયા 204 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવશે. આ પ્રકારના સાત પ્લાન્ટ નાખવાનું આયોજન જોતાં સરકારને માથે દર વર્ષે પાણી માટે રૂા. 1,200 કરોડથી વધુ રકમની ચૂકવણી કરવાની જવાબદારી આવી શકે છે.

ગુજરાતના જુદાં-જુદાં વિસ્તારમાં આ પ્રકારના  પ્લાન્ટ નાખીને સરકાર કુલ 37 કરોડ લિટર પેય જળ રોજનું તૈયાર કરાવવા માગે છે. આ સંજોગોમાં દર વર્ષે સરકારને રૂા. 750 થી 800 કરોડનો ખર્ચ કરવો પડી શકે છે. આ રિકરિંગ ખર્ચ ન કરવો પડે તે માટે સાત પ્લાન્ટ નાખવા માટે અંદાજે રૂા. 4,000 થી 4,500 કરોડનો ખર્ચ આવી  છે. પરંતુ તેની સામે 750 કરોડનો વાર્ષિક રિકરિંગ ખર્ચ બચશે. આ જોતાં ચારથી પાંચ વર્ષમાં આ પ્લાન્ટ પાછળનો પૂરો ખર્ચ નીકળી જશે.

આ પત્રકાર સાથેની વાતચિતમાં ધારાસભ્યએ આ કંપનીના મૂળ સુધી જવામાં આવે તો મોટાં રહસ્યો ખુલવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. જો કે, આ ધારાસભ્યની વાતના જવાબમાં નાયબ  નીતિન પટેલએ કહ્યું હતું કે, આ માટે હજી ટેન્ડરની પ્રક્રિયા જ થઇ છે. ત્યારે જોડિયાના ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડના કરારની નકલ તેમને મળી છે તે નકલને આધારે તેઓ રજૂઆત કરી રહ્યાં છે. આ સ્થિતિમાં નીતિન પટેલએ આ કરારની નકલ તેમની મોકલી આપવાની માગણી કરી હતી.  ધારાસભ્યએ સ્વિકારીને કરારની નકલ મોકલી આપી હતી.

Related posts

આત્મહત્યા એ સમાધાન નથી, જામનગરમાં બે આશાસ્પદ યુવાનોએ ટ્રેન નીચે પડતું મૂકયું..

Nawanagar Time

બોલો લ્યો… નર્મદાની નહેર ઉંદર અને નોળિયા તોડી નાખે છે!

Nawanagar Time

ભાજપ સરકારે 13.43 કરોડ ચોરસ મીટર ગૌચર જમીન વેચીનાંખી

Nawanagar Time

Leave a Comment