Nawanagar Time
ગુજરાત જામનગર

મંથલી મિનિમમ રિચાર્જના નામે ટેલિફોન કંપનીઓ દ્વારા ચલાવાતી ઉઘાડી લૂંટ

the-robbery-revealed-by-telephone-companies-in-the-name-of-monthly-minim-richcharges

ગ્રાહકો પાસેથી મંથલી મિનિમમ રિચાર્જ બંધ કરવા સમિતિ દ્વારા ટેલિકોમ મંત્રીને રજૂઆત

જામનગર:-સમગ્ર દેશમાં મોબાઇલ કોલીંગ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ દ્વારા પોતાના ગ્રાહકોને લૂંટવાનું  કરેલ છે. આ કંપનીઓ દ્વારા ગ્રાહકોને મંથલી મીનીમમ રૂા.35નું રિચાર્જ કરવું ફરજીયાત કરેલ છે અને જો તેમ કરવામાં ન આવે તો તેમની સૌ પ્રથમ આઉટ ગોઇંગ સર્વિસ અને ત્યારબાદ ઇનકમીંગ સર્વિસ બંધ કરી દેવામાં આવે છે. આ ઉપરાંત આ રિચાર્જમાં ફકત 28 દિવસનો વપરાશ આપવામાં આવે છે એટલે પુરો  આપવામાં આવતો નથી. આ મંથલી રિચાર્જ કરવું ફરજીયાત છે અને તેમાં ટોકટાઇમ બેલન્સ હોવાછતાં  આવક જાવકની મોબાઇલ કોલીંગ સેવા બંધ કરી દેવામાં આવે છે આ કંપનીઓએ લાગુ કરેલ નિયમો અંગે સરકારી દ્વારા કોઇ માહિતી દેશની જનતાને આપવામાં આવેલ નથી. દેશની જનતા આજે આ કંપનીઓ દ્વારા લુંટાઇ રહેલ છે. તેઓની  નાણાંકીય સગવડતા હોય કે ન હોય તેઓએ મોબાઇલ સેવા ચાલુ રાખવા માટે રૂા.35નું મીનીમમ રિચાર્જ ફરજીયાત કરવું પડે છે. ગ્રાહક પાસે ટોકટાઇમ બેલેન્સ હોવા છતાં રિચાર્જ કરવું પડે છે. સરકાર દ્વારા આજે જયારે ઓનલાઇન સેવા ચાલુ કરવામાં આવેલ છે અને મોબાઇલ નંબર તેમજ આધાર કાર્ડને આવશ્યક કરવામાં આવેલ છે.  કંપનીઓ દ્વારા આ પ્રકારનો ફરજિયાત રિચાર્જનો નિયમ અયોગ્ય હોવાનું જણાવી કંપનીની લૂંટ નિતી બંધ કરાવવા વિકાસ સમિતિના પ્રમુખ હુસેશન ચાવડાએ ટેલીકોમ મંત્રીને રજૂઆત કરી છે.

Related posts

બોર્ડના વિદ્યાર્થીઓ વધુ મહેનત કરવા તૈયાર રહે, પેપરસ્ટાઈલમાં થયા છે આ ફેરફાર

Nawanagar Time

નવાગામમાં એક વ્યક્તિ દેશી પીવા ગયો અને માર ખાધો…

Nawanagar Time

વન વિભાગનો રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ શંકાના દાયરામાં

Nawanagar Time

Leave a Comment