Nawanagar Time
અમદાવાદ ગુજરાત

કોંગ્રેસની બાકી બેઠકની બીજી યાદી ર8 માર્ચ સુધીમાં જાહેર થશે

the-second-list-of-congress-pending-seats-will-be-announced-by-march-28

ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયું,ધાનાણી-ચાવડાના દિલ્હીમાં ધામા

અમદાવાદ:-ગુજરાત કોંગ્રેસમાં ગત તા.8 માર્ચે લોકસભાની કુલ ર6 બેઠક પૈકી ચાર બેઠકના ઉમેદવારની થયેલી જાહેરાત બાદ ગત તા.1ર માર્ચે અડાલજના ત્રિમંદિર ખાતે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીની જંગી જનવિકલ્પ રેલીથી પક્ષના કાર્યકરોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. પરંતુ બાકીની રર બેઠકના  જાહેરાત લંબાતાં આ બાબત રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાસ્પદ બની છે. જોકે કોંગ્રેસના અંતરંગ વર્તુળો કહે છે કે તા.ર8 માર્ચની આસપાસ પક્ષની બીજી યાદીની જાહેરાત કરાય તેવી શક્યતા છે.

કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ગાંધીનગર, પાટણ, બારડોલી, કચ્છ, નવસારી અને પંચમહાલ બેઠકના ઉમેદવાર નક્કી થયા હોઇ આ અંગેની સત્તાવાર જાહેરાત થવાની બાકી  તેવી ચર્ચા છેલ્લા પાંચ સાત દિવસથી ચાલતી હતી. પક્ષનાં ટોચનાં વર્તુળો પણ આ બાબતને સમર્થન આપતાં હતાં. પરંતુ ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ઉમેદવારોની પસંદગીમાં સુરેન્દ્રનગરનો અપવાદ છોડતાં રિપિટ થિયરી અપનાવાતાં કોંગ્રેસમાં ઉમેદવારોની સત્તાવાર જાહેરાતમાં વિલંબ થઇ રહ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોમાં સંસદ સભ્ય બનવાનો થનગનાટ  તો પાટણ બેઠકમાં અંદરખાનેથી જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોર વચ્ચે તીવ્ર મતભેદ સર્જાયા છે. ભાજપના સુરેન્દ્રનગરના હાલના ધારાસભ્ય દેવજી ફતેપરાની ટિકિટ કપાતાં તેમને કોંગ્રેસમાંથી ચૂંટણી લડાવાય તેવી ચર્ચા ઊઠી છે. બીજી તરફ રાજકોટથી ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલને કોંગ્રેસ તરફથી ઉમેદવાર બનાવાશે તેવી અટકળોનો અંત આવતાં રાજકોટ  ઉમેદવારનું ચિત્ર ધૂંધળું બન્યું છે.

જોકે ગુજરાતની ચૂંટણી આગામી ર3 એપ્રિલે યોજાનાર હોઇ ચૂંટણી પંચ દ્વારા આગામી તા.ર8 માર્ચે આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પડાશે. તે દિવસથી રાજ્યમાં ઉમેદવારી ભરવાનો પ્રારંભ થશે એટલે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો માટે બાકી બેઠકના ઉમેદવારની પસંદગી કરવામાં ‘રાત ટૂંકી ને વેશ  જેવી સ્થિતિ સર્જાઇ છે. ભાજપની બાકી 10 બેઠકના ઉમેદવારની જાહેરાત વિલંબમાં મુકાઇ હોઇ કમ સે કમ કોંગ્રેસની બીજી યાદી આગામી તા.ર8 માર્ચની આસપાસ જાહેરાત થાય તેમ લાગે છે.

Related posts

કાલાવડ માર્કેટીંગ યાર્ડનું સીએમ રૂપાણી ખાતમુર્હૂત કરશે

Nawanagar Time

હવે રાજ્યની એસટીમાં ફોન કરીને સીટ બૂક કરી શકાશે, કેન્સલ કરાવનારે 100% રિફંડ મળશે

Nawanagar Time

છકડો રિટાયર્ડ ! અતુલ ઓટો છકડો રીક્ષાનું ઉત્પાદન બંધ કરશે

Nawanagar Time

Leave a Comment