Nawanagar Time
ગુજરાત જામનગર

હર હર ભોલેના નાદ સાથે શહેરમાં શિવ શોભાયાત્રા નીકળશે

the-shiva-shobhaayatra-will-come-out-in-the-city-with-the-utterance-of-har-har-bhole

જુદા-જુદા વિસ્તારોમાં પાલખી પૂજન સહિતના કાર્યક્રમો: શોભાયાત્રા રૂટને ધ્વજા-પતાકાથી સુશોભિત કરાશે

જામનગર:-જામનગર શહેર ‘છોટી કાશી ના ઉપનામથી વિશેષ વિખ્યાત છે. શહેર જિલ્લામાં શિવભકતોની સંખ્યા બેસૂમાર છે. જામનગરમાં સ્થાપિત વિવિધ શિવાલયો પણ શિલ્પ સ્થાપત્યની દ્ર્ષ્ટિએ બેનમૂન તેમજ  શ્રધ્ધા કેન્દ્ર સમા છે. જયારે પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પર્વની જામનગર શહેરમાં ભારે ઉત્સાહપુર્વક ઉજવણી થાય છે અને ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન પણ હાથ ધરાય છે. હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે છેલ્લા સાડત્રીસ વર્ષથી પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પાવનકારી પર્વના દિવસે યોજાતી શિવ શોભાયાત્રાની પરંપરા આ  આડત્રીસ વર્ષે પણ જાળવવામાં આવશે.

શોભાયાત્રામાં સ્થાન પામતી શિવજીની રજત મઢીત પાલખીનો પૂજનવિધિ સમારોહ સોમવારને મહાશિવરાત્રીના દિવસે સવારના 10 થી 12 શ્રી રામદૂત હનુમાનજી મંદિરના પ્રાંગણમાં યોજાશે. જેમાં પાલખીની પ્રાસાદ પ્રતિષ્ઠા અને ભગવાનશ્રી ની પુજા શહેરના 11 અગ્રણી દંપતિઓ દ્વારા થશે. બપોરના ત્રણ વાગ્યે અહીંથી પાલખી સિધ્ધનાથ મહાદેવ મંદિરે  કરવામાં આવશે. જ્યાં સંતો-મહંતોની અને શહેરના શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિમાં પૂજનવિધિ પછી શિવ શોભાયાત્રાનો પ્રારંભ થશે.

શોભાયાત્રામાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલી ભગવાન શિવજીની ચાંદીની પાલખી, તદ્ ઉપરાંત નાગેશ્વર મિત્ર મંડળ, રૂદ્રા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ, શિવસેના, ભોયરાજ ગ્રુપ (ગદાધારી), ઓમ યુવક મંડળ, ગજકેશરી યુવા ગ્રુપ, શિવ મિત્ર મંડળ,  વિવેકાનંદ ગ્રુપ, ગણેશ ઉત્સવ મંડળ, વંડાફળી સત્સંગ મંડળ, હિન્દુ સેના, રાજપુત યુવા સંઘ, જામનગર સમસ્ત બ્રહ્મ સમાજ સહિત 15 જેટલા મંડળો દ્વારા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવશે. સમગ્ર શોભાયાત્રા દરમિયાન મહાદેવહર મિત્ર મંડળ દ્વારા સતત શિવ ભજનાવલિ-ધૂન રજૂ કરાશે. બેંડ વાજાં, ઢોલ, શરણાઇની સુરાવલી સાથે શ્રધ્ધાળુ ભાઇ-બહેનો  મોટી સંખ્યામાં જોડાશે. કેટલાક યુવક મંડળો દ્વારા તલવારબાજી, લાઠીદાવ, લેઝીમ, પીરામીડ તેમજ અંગ કસરતના કરતબોના કારણે શોભાયાત્રા ભવ્ય બનશે. ઉપરાંત ડી. જે. સાથેના પણ કેટલાક ફલોટ્સ જોડાશે તેવુ, ટ્રસ્ટના પ્રમુખ રાજેશ વ્યાસ (મહાદેવ) ની યાદીમાં જણાવાયું છે.

Related posts

વિધાનસભા 2017ની ચૂંટણી લડેલા કુલ 1113 ઉમેદવારોને ઈન્કમ ટેક્સ નોટિસ

Nawanagar Time

ભાણવડમાં શાળા સંચાલકની લુખ્ખી દાદાગીરી : પત્રકાર ઉપર સરાજાહેર હૂમલો

Nawanagar Time

મેહુલનગરમાં એપાર્ટમેન્ટ, દુકાનો વેંચવા સામે હાઈકોર્ટનો મનાઈ હુકમ

Nawanagar Time

Leave a Comment