Nawanagar Time
નેશનલ

માતાના મકાનમાં રહેવું હશે તો પુત્રએ ભાડું આપવું પડશે: હાઈકોર્ટનો આદેશ

the-son-will-have-to-pay-rent-if-he-wants-to-live-in-his-mothers-house-the-high-courts-order

ચંડીગઢ:-કોર્ટનો  છતાં પણ ઘરમાં રહેવા માટે લગભગ બે વર્ષથી પોતાની 85 વર્ષીય માતા સાથે કાયદાકીય લડાઈ લડી રહેલા અમૃતસરના જગમોહનસિંહે હવે માતાને દર મહિને 1500 રૂપિયા ભાડું ચૂકવવું પડશે. વૃદ્ધા મા અને પુત્રની વચ્ચે છેલ્લા લગભગ એક વર્ષથી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં જારી .આ કાયદાકીય વિવાદમાં ગઈ કાલે સુનાવણી થઈ  અજબ સ્થિતિ ઉત્પન્ન થઈ હતી.

85 વર્ષીય હરબંશકૌર વકીલ વગર કોર્ટમાં પહોંચ્યાં અને લાકડીના સહારે ઊભાં રહીને પોતાના પુત્ર જગમોહનને પોતાનું ઘર ખાલી કરવા માટે રડી-રડીને કોર્ટને ફરિયાદ કરવા લાગ્યાં. હરબંશકૌર પુત્ર જગમોહનસિંહની અરજી પર સુનાવણી માટે હાઈકોર્ટ પહોંચ્યાં હતાં. જગમોહનસિંહે હાઈકોર્ટમાં દાખલ આ અપીલમાં અમૃતસર જિલ્લા મેજિસ્ટ્રેટના એ  પડકાર આપ્યો, જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટે પોતાની માતાને મકાન ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો. વૃદ્ધા હરબંશકૌરે પોતાના પુત્રના દુવ્ર્યવહારથી પરેશાન થઈ અમૃતસર જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરી હતી. આ અરજી પર 27 જુલાઈ, 2017ના ચુકાદામાં જિલ્લા મેજિસ્ટ્રેટે મેન્ટેનન્સ એન્ડ વેલ્ફેર ઓફ પેરન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ, 2007ની જોગવાઈ હેઠળ જગમોહનસિંહને માતાનું  ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો.

હરબંશકૌરે કોર્ટને જણાવ્યું હતું કે તેમના મકાનમાં તેમના પુત્રનો પરિવાર જબરદસ્તીથી રહે છે જ્યારે તેમની પાસે જીવન વિતાવવા માટે જરૂરી સંસાધનો પણ નથી. હાઈકોર્ટે જગમોહનસિંહને મકાનના ત્રણેય રૂમનો કબજો હરબંશકૌરને આપવાનો આદેશ આપ્યો હતો, પરંતુ માતા-પુત્ર વચ્ચેનો વિવાદ ન સમતાં ફરી એક વાર વાત  સુધી પહોંચી હતી. એક કલાક ચાલેલી સુનાવણી બાદ જસ્ટિસની ચેમ્બરમાં આદેશ જારી કરાયો કે હરબંશકૌરના મકાનમાં જગમોહન એક રૂમમાં રહી શકે છે, પરંતુ આ રૂમના ઉપયોગ માટે તેણે પોતાની માતાને 1500 રૂપિયા મહિને આપવા પડશે.

Related posts

વોર્નરે ફરી સંભાળી સનરાઇઝર્સ હૈદરાબાદની કમાન

Nawanagar Time

રવીના, ફરાહ, ભારતીને પોલીસે પાઠવ્યું સમન્સ

Nawanagar Time

વિધાનસભા ચૂંટણીઃ મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે મતદાન, 24મીએ પરિણામ

Nawanagar Time

Leave a Comment