મીઠાપુર: દેવભૂમી દ્વારકા જિલ્લાના મીઠાપુર ટાટા હોસ્પિટલના તમામ સ્ટાફને કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું. આ તકે હેડ મેડીકલ ઓફિસર ડો. સંજીવન ભટ્ટનાગરને સૌ પ્રથમ કોરોના ડૉઝ આપવામાં આવ્યો હતો બાદમાં સ્ટાફના દીપુભાઈ ચોકસી સહિત ચોવીસ કર્મચારીઓને વૅક્સિનનો ડૉઝ અપાયો હતો.
આ તકે ડો.સંજીવન ભટ્ટનાગરે પ્રજાને આહવાન કરતા જણાવેલ છે કે, છેલ્લા આઠ નવ મહિના થયા ભયંકર કોરાના રોગ ફાટી નિકળેલ છે તો તેનો સામનો કરી રહ્યા છીએ તો આપણે તેનાથી બચવા માટે કોરોના વેકસીન કોરોના રસીનો ડોઝ લેવો જોઇએ કોઇએ ગભરાવાની જરૂર નથી રસી એકદમ સુરક્ષિત અને અસરકારક હોવાનું જણાવ્યું હતું.