Nawanagar Time
બિઝનેસ

GSTમાં કહીં ખુશી કંહી ગમ જેવી સ્થિતિ,આજથી લાગુ પડશે કાયદામાં 46 ફેરફારો…

the-state-of-affairs-in-the-gst-will-be-applicable-today-46-changes-in-the-law

જીએસટી કાયદામાં લગભગ ચાર ડઝન સંશોધન પહેલી ફેબ્રુઆરીથી લાગુ થવા જઈ રહ્યાં છે. જેના કારણે ઈન્ડસ્ટ્રીમાં કહીં ખુશી કહીં ગમ જેવ માહોલ નજરે પડી રહ્યો છે. આ દરમિયાન રિઝર્વ ચાર્જ મેકેનિઝમ (આરસીએમ) અંતર્ગત છુટછાટોનો અંત આવશે અને કેટલાક ખાસ પ્રકારના ડીલર્સ પર તે લાગુ થવાના નોટિફિકેશને વ્યાપારીઓમાં એ ભ્રમ ઉભો કર્યો છે કે, રિવર્સ ચાર્જ પણ પહેલી ફેબ્રુઆરીએ લાગુ થઈ રહ્યું છે. જોકે સત્તાવાર સૂત્રો અને નિષ્ણાંતોનું કહેવું છે કે, જ્યાં સુધી એ ખાસ ડિલર્સને નોટિફાઈ નહી કરવામાં આવે ત્યાં સુધી રિવર્સ ચાર્જ લાગુ થયાનું નહીં માનવામાં આવી શકે.

પીએચડી ચેંમ્બર ઓફ કોમર્સ એંડ ઈન્ડસ્ટ્રીઝ તરફથી જીએસટી સંશોધનો પર આયોજીત ચર્ચા દરમિયાન ટોચના અધિકારીઓ અને નિષ્ણાંતોએ અનેક અમેંડમેંની ખાતરી કરી છે. જીએસટી એક્ટ 2017થી સબ-સેક્સહ 9 (4)માં સંશોધનો અંતર્ગત અનરજિર્સ્ટર્ડ ડીલર્સ પાસેથી ખરીદવા પર 5000 રૂપિયા સુધીના રિવર્સ ચાર્જ વસુલવાની છુટછાટને રદ કરી દેવામાં આવી છે, પરંતુ ઈન્ડસ્ટ્રીમાં તેને લઈને કયાસ લગાવવામાં આવી રહ્યાં છેકે હવે અનરજિસ્ટર્ડ ડીલર પાસેથી તપામ પ્રકારની સપ્લાઈ પર 1લી ફેબ્રુઆરીથી રિવર્સ ચાર્જ લાગશે.

પીએચડી ચેંબરની ઈનડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરમેન બિમલ જૈને જણાવ્યું હતું કે, સંશોધિત કાયદામાં જુની વ્યવસ્થાનો અંત આવ્યો છે અને રિવર્સ ચાર્જ કેટલાક ખાસ પ્રકારના રજિસ્ટર્ડ ડીલર્ને ખાસ સમાન કે સેવાઓની સપ્લાઈ પર જ લાગશે. પરંતુ સરકારે હાલ એ ખાસ ડીલર કે સામાનને નોટિફા નથી કર્યો. જ્યાં સુધી તે નોટિફાઈ ના થઈ જાય 1 ફેબ્રુઆરીથી રિવર્સ ચાર્જ નહીં લાગે. અનેક ઈન્ડસ્ટ્રી અને ટ્રેડ એસોશિએશન પોતાના મેંમ્બર્સને રિવર્સ ચાર્જને લઈને સાવચેત કરતા આવ્યા હતા.

ફેડરેશન ઓફ પેપર મર્ચેંટ એસોસિએશનની જીએસટી કમિટીના કન્વેનર કૃષ્ણ મોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘અમારા નિષ્ણાંતોએ તેને એ સ્વરૂપમાં લીધું છે કે, અમેંડમેંય લાગુ થતા જ હાલની અને સપ્ટેમ્બર સુધીની છૂટછાટનો અંત આવ્યો છે અને સ્પેસિફાઈડ રજિસ્ટર્ડ પર્સન હાલ નોટિફાઈ નથી થયા, તે સ્થિતિમાં 1લી ફેબ્રુઆરીથી અનરજિસ્ટર્ડ ડીલર્સ પાસેથી દરેક સપ્લાઈ પર આરસીએમ લાગુ થશે. મોટા ભાગના એક્સપર્ટ્સનું માનવું છે કે, સરકારના અમેંડમેંટ સાથે જ સ્પેશિફાઈડ ડીલર અને ગુડ્સને પણ નોટિફાઈ કરી દેવા જોઈતા હતાં.

1લી ફેબ્રુઆરીથી લાગુ થવા જઈ રહેલી બે ખાસ પ્રકારની જોગવાઈઓને લઈને ઈન્ડસ્ટ્રીમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કોઈ વ્યાપારી કે કંપની એક કરતા વધારે રાજ્યોમાં રજીસ્ટર્ડ છે અને એક રાજ્યમાં કોઈ કારણોસર ટેક્ષ જમા નથી કરાવવામાં આવ્યો તો હવેથી કાયદાકીય રીતે સરકારે બીજા રાજ્યની બ્રાચ પાસેથી ટેક્ષ કલેક્શનનો અધિકાર મળી ગયો છે. વ્યાપારીઓનું કહેવું છે કે, લાયબિલિટી ટ્રાંસફર સાથે જ ક્રેડિટ ટ્રાંસફરની પણ છુટછાટ મળવી જોઈએ. નહીંતર આ બાબત ઈન્ડસ્ટ્રી સાથે ભેદભાવ થશે.

 

Related posts

ટાટા પાવર ગુજરાતની આ જગ્યાએ સોલાર પાર્કમાં 100 મેગા વોટનો પ્રોજેક્ટ વિકસાવશે

Nawanagar Time

બચત કરવાની આદત લાંબેગાળે ફાયદાકારક સાબિત થઈ શકે

Nawanagar Time

એરટેલ, આઈડિયા અને વોડાફોને ગુજરામાંથી 2.87 લાખ ગ્રાહકો ગુમાવ્યા

Nawanagar Time

Leave a Comment