Nawanagar Time
ગુજરાત

દ્વારકામાં રાજ્યનો સૌપ્રથમ અંડરગ્રાઉન્ડ વીજકેબલ પ્રોજેકટ સંપન્ન

the-states-first-underground-power-cable-project-is-complete-in-dwarka

હેરીટેજ સીટીમા અન્ય વિકાસકામો ની જેમ જ સંપુર્ણ અંડર ગ્રાઉન્ડ પાવર સપ્લાય નેટવર્કનુ ટેસ્ટીંગ સફળ

જામનગર:-દેવભુમિદ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ તિર્થક્ષેત્ર માં અંડર ગ્રાઊન્ડ વિજ કેબલ ની કામગીરિ સંપન્ન થયુ હોય રાજ્યનો સંપુર્ણ અંડર ગ્રાઉન્ડ નો પ્રોજેક્ટ બની રહ્યો છે. જેનુ ટેસ્ટીંગ પણ સફળ રહ્યુ છે.

અધિક્ષક  એ.કે. મહેતા એ માહિતી આપતા જણાવ્યું હતું કે, એલ.ટી. લાઈનનો પીજીવીસીએલનો આ સૌ પ્રથમ પ્રોજેકટ 48 કિ.મી. લંબાઇની લાઇનનું રૂ.17.96 કરોડના ખર્ચે કામ થયુ છે જેનાથીવીજ અકસ્મત ઘટે, વીજ પાવરની સ્થિરતા વધે હેરીટેજ સીટી દ્વારકામાં હદય પ્રોજેકટ અંતર્ગત કાર્યવાહી થઇ છે

પીજીવીસીએલ જામનગર અને દ્વારકા જીલ્લામાં જ નહી પરંતુ સમગ્ર રાજ્યમાં  લો ટેન્શન (હળવા દબાણ)ની લાઇનનો અંડરગ્રાઉન્ડનો સમગ્ર પીજીવીસીએલનો સૌ પ્રથમ પ્રોજેકટ યાત્રાધામ દ્વારકામાં શરૂ થયો હતો જેથી અંડર ગ્રાઉન્ડ વીજ લાઇનથી અકસ્માત ઘટે અને વીજ પાવરની સ્થિરતા વધે છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.ચારધામમાંના એક અને સાત મોક્ષપુરીમાંની એક દ્વારિકા નગરીમાં રાજાધીરાજ શ્રી કૃષ્ણ બિરાજમાન છે તે જગતમંદિર વિશ્વપ્રસિધ્ધ છે. કેન્દ્ર સરકારે દ્વારકાને હેરીટેજ સીટી, જાહેર કર્યુ છે અને હદય પ્રોજેકટ હેઠળ દ્વારકામાં અનેક વિકાસકામો હાથ ધરાયા છે. જેમાં તાજેતરમાં જગતમંદિર અને પરિસર તથા મુખ્ય માર્ગોની સ્વચ્છતાનું કામ હાથ ધરાયું છે, જે ગતમંદિર પરિસરમાં મૂળ વારસો જાળવીને ક2વાના તથા જાળવણીના નવીનીકરણના કાર્યો હાથ ધરાય છે તેવી જ રીતે દ્વારકાનગરમાં વિકાસકામો હાથ ધરાતા રહે છે.

આવો જ એક મહત્વનો પ્રોજેક્ટ અંડરગ્રાઉન્ડ વીજ લાઇનનો છે. વીજ વિભાગ દ્વારા ઇન્ટીગ્રેટેડ પાવર ડેવલપમેન્ટ સ્કિમ આઇ.પી.ડી.એસ. અંતર્ગત આ પ્રોજેકટ મંજુર થયો છે અને સમગ્ર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડના કાર્યક્ષેત્રમાં દ્વારકામાં જ આ એલ.ટી. (લો ટેકશન) હળવો દબાણની તમામ વીજલાઈન અંડર ગ્રાઉન્ડ કરવાનો પ્રથમ પ્રોજેકટ છે જે હેરીટેજ સીટીના જુદાજુદા પ્રોજેકટ અંતર્ગતનો એક મહત્વનો પ્રોજેકટ છે.

આ પ્રોજેકટ અંતર્ગત 48 કિ.મી.ના વિસ્તારમાં રૂા.17 કરોડ 96 લાખના ખર્ચે વીજ લાઈન અંડરગ્રાઉન્ડ નંખાઇ છે જેથી પાવર સ્ટેબીલીટી વધશે અને અકસ્માત ઘટશે તથા માર્ગો ઉપરથી વીજપોલ અને વીજ વાયરો દૂર થતા માર્ગો પણ પહોળા લાગશે.

Related posts

જામનગરના 45 હજાર ઘરોમાં એલઇડીના અજવાળા

Nawanagar Time

મેલાણ ગામે દસ શખ્સો તિક્ષ્ણ હથિયારો વડે યુવાન પર તૂટી પડ્યા

Nawanagar Time

લોકસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ યુવા ઉમેદવારો પસંદ કરશે

Nawanagar Time

Leave a Comment