Nawanagar Time
નેશનલ

શારદા ચીટ ફંડ મામલે સીબીઆઈને સુપ્રિમનો ઝટકો

the-supreme-court-has-asked-the-central-bureau-of-investigation

કોલકાતા પોલીસ કમિશ્નરના ઘરે દરોડા બાદ મુખ્યમંત્રી ધરણાં પર ઊતર્યા: વિપક્ષો એકજૂટ બન્યા

નવીદિલ્હી:-રદા ચિટફંડ કૌભાંડમાં કોલકત્તા પોલીસ કમિશ્નર રાજીવ કુમારની વિરૂદ્ધ સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલી અરજી પર હવે સુપ્રીમ કોર્ટ મંગળવારના રોજ સુનવણી કરશે. અરજીમાં સીબીઆઈ એ કોર્ટને નિવેદન  હતું કે તેઓ રાજીવકુમારને તપાસમાં સહયોગ કરવાનો નિર્દેશ આપે. સાથો સાથ સીબીઆઈ એ રાજીવકુમાર પર અત્યાર સુધી થયેલ ઇન્વેસ્ટિગેશનમાં સાથ ન આપવાનો પણ આરોપ મૂકયો છે. બીજી તરફ ગઈકાલથી મમતા બેનર્જી ધરણાં પર ઊતરી જતાં ધમાસાણ મચી છે અને વિપક્ષો એકજૂટ થઈ મોદી સરકારને ઘેરવા તત્પર બન્યા છે.

શારદા  ફંડ મામલે સીબીઆઈ દ્વારા રાજીવ કુમાર પર પુરાવા નષ્ટ કરનારાનો પણ આરોપ મૂકયો છે. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે જો કોલકત્તા પોલીસ કમિશ્નરે પુરાવા નષ્ટ કરવાની કોશિષ કરી છે. તો તેની સાથે જોડાયેલા પુરાવા અમારી સામે લાવો, તેમના પર એવી કાર્યવાહી થશે કે તેમને પસ્તાવું પડશે.

પોતાની અરજીમાં  એ કહ્યું હતું કે કોલકત્તા પોલીસ કમિશ્નર રાજીવ કુમારને કેટલીય વખત સમન્સ મોકલ્યા હતા. પરંતુ તેમની તરફથી તપાસમાં કોઇ સહયોગ અપાયો નહોતો અને તે ઇન્વેસ્ટિગેશનમાં અડચણ ઉભી કરી રહ્યાં હતા.

લોકસભા ચૂંટણીથી ઠીક પહેલા દેશમાં રાજનીતિક ઘટનાક્રમ ઝડપથી બદલાઇ રહ્યો છે. એકવાર ફરીથી આ ઘટનાક્રમના મુખ્યમાં કેન્દ્રિય તપાસ બ્યુરો  છે. રવિવારે સાંજે કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારના ઘરે દરોડા પાડવા પહોંચેલી ઈઇઈંની ટીમના અધિકારીઓને કોલકાતાની પોલીસે જ ઘેરી લીધી હતી. ત્યાર બાદથી જ મોદી સરકારના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ધારણા પર બેઠા છે.

મમતા બેનર્જી આ ધારણા આજે વિપક્ષી શક્તિની એકતા બતાવવાનું મંચ પણ બનશે. આ  ટીએમસીના કાર્યકરો બંગાળના ઘણા ભાગોમાં મોદી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કોલકાતામાં સીબીઆઇના કાર્યાલયની અંદર સેન્ટ્રલ ફોર્સની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે ઓફિસની બહાર કોલકાતાની પોલીસ તૈનાત છે.

રવિવારે સાંજે લગભગ 6 વાગ્યેથી શરૂ થયેલ રાજકીય ડ્રામા મોડી રાતે ધારણ સુધી પહોંચ્યા હતો. મમતા બેનર્જીએ રાત્રે 8  કોલકાતાના મેટ્રો ચેનલ પર ધારણ કરવાનું શરૂ કર્યું હતું. સોમવાર સવારે સુધી મમતાના ધારણા નોનસ્ટોપ ચાલુ રહ્યા હતા. સોમવારે મમતા બેનર્જીએ કહ્યું કે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર સવારે 5 વાગ્યા સુધી ધારણા સ્થળ પર જ હતા. તે ખૂબ સમજદાર અધિકારી છે, પરંતુ જે રીતે તેમની સાથે વ્યવહાર કરવામાં  તેઓ તેનાથી નિરાશ છે.

આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત ઘણા વિપક્ષી નેતા મમતાને સાથે આપવા કોલકાતા પહોંચશે. સમાજવાદી પાર્ટીના નેતા કિરણમય નંદા સોમવારે સવારે મમતા બેનર્જીનું સમર્થન કરવા ધારણા સ્થળે પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના રાજય સભા સાંસદ સંજય સિંહ પણ આ મુદ્દો સદનમાં ઉઠાવશે. વહેલી સવારે 10.30  વિપક્ષ આ મુદ્દા પર બેઠક કરશે, જેથી આગળની રાજનીતિ પર વાતચીત કરી શકાય.

Related posts

હવે, ખેતીની આવક પણ ઈન્કમટેકસના રડારમાં

Nawanagar Time

લીંબડી નજીક અકસ્માતમાં જામનગરના એનઆરઆઈ દંપત્તિ સહિત ત્રણના મોત

Nawanagar Time

ઈરાનથી તેલ ખરીદવા પર અમેરિકાના પ્રતિબંધ બાદ ભારત મોટા તેલ ઉત્પાદક દેશો પાસેથી કરશે ભરપાઈઃ ધર્મેન્દ્ર પ્રધાન

Nawanagar Time

Leave a Comment