Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાના 539 લાભાર્થીઓને નોટીસ

the-third-time-in-a-water-pipe-line-in-khambaliya

લાંબા સમયથી આવાસના હપ્તા ન ભરતાં હોય કડક વસુલાત કરવા તંત્ર દ્વારા કાર્યવાહી

જામનગર:-જામનગરમાં જુદી જુદી આવાસ યોજનાઓમાં ફલેટ મળી ગયા બાદ બાકીની પ્રક્રિયાઓ પુર્ણ નહિં કરનાર 539 લાભાર્થીઓની ફલેટની ફાળવણી રદ્દ થાય તેવી તલવાર તોળાઇ રહી છે. તંત્રએ નોટીસ આપ્યા છતાં મુદત વિત્યે કેટલાકે જવાબ આપવાની નાણાં ભરવાની તસ્દી લીધી નથી. તો કેટલીક નોટીસો જે તે એડે્રસ પરથી પરત ફરી છે.  જામનગરમાં આવાસ યોજનાના ડ્રોમાં મકાન મેળવનાર લાભાર્થીએ પુરાવા રજૂ કરી મકાન પેટે 20 ટકા રકમ ભરપાઇ કરવાની પ્રક્રિયા કરવા તેમજ બાકીની 80 ટકા રકમ ભરી આપવા તંત્રએ નોટીસો આપ્યા બાદ જે અમુક લોકોએ કોઇ જ રકમ તો અમુક લોકોએ 20 ટકા રકમ ભરપાઇ કરી નથી. તેથી મુખ્યમંત્રી આવાસ યોજનાની મયુરનગર યોજનાના 25, એમ.પી.શાહ, ઉધોગનગર પાછળની યોજનામાં 63, શરૂ સેકશન ખાતેની આવાસ યોજનામાં 45, પોલીસ હેડ કવાર્ટર ખાતેની આવાસ યોજનામાં 15, લાલવાડી આવાસ યોજનામાં 65, હાપા ખાતેની યોજનામાં 120, આ જ વિસ્તારમાં બીજી યોજનામાં 95, રઘુવીર સોસાયટી પાસેની આવાસ યોજનામાં 111 મળીને 539 નોટીસ આપી છે. સ્લમ શાખાના ઇજનેર અશોકભાઇ જોશીએ જણાવ્યું હતું કે, સંખ્યાબંધ જગ્યાએથી જવાબ આવ્યા નથી. તો સંખ્યાબંધ જગ્યાએથી નોટીસો પરત પણ ફરી છે. હવે આગામી દિવસોમાં લીગલ ઓપીનીયન બાદ તંત્ર આગળ વધશે.

Related posts

જિલ્લાની ધરતીના પેટાળમાં ફરીથી સળવળાટ

Nawanagar Time

આઈઓસીના પાપે થાવરિયા ગામના રસ્તાની હાલત ખખડધજ

Nawanagar Time

હવે સોપારીનો ભાવ બદામને આંબી ગયો

Nawanagar Time

Leave a Comment