Nawanagar Time
નેશનલ

સ્વાઈન ફલુ બાદ હવે બર્ડ ફલુનો ખતરો

the-threat-of-bird-flu-after-swine-flu

બિહારમાં બર્ડ ફલુ દેખાદેતાં ફફડાટ

પટણા:- બિહારના મુંગેર અને બાંકા પછી હવે જહાનાબાદ જિલ્લામાં પણ બર્ડ ફલુ ફેલાયો છે. જહાનાબાદના સિવિલ સર્જન ડો. દિલીપકુમારે કહ્યું કે 1 ફેબ્રુઆરીએ કલેકટર કચેરીના પટાંગણમાં સંખ્યાબંધ મૃત્યુ પામેલ કાગડા મળી આવ્યા. જેમાંથી 2 મરેલ કાગડાના નમૂનાની તપાસ ભોપાલની લેબમાં કરાવાતા બર્ડ ફલુના ખતરનાક એચ  ફાઈવ એન વાયરસ મળી આવ્યા છે.

આ પછી જહાનાબાદમાં બર્ડ ફલુ અંગે હાઈએલર્ટ જાહેર કરેલ છે. પશુપાલન વિભાગે તમામ પોલ્ટ્રી ફાર્મમાં મરઘાના નમૂના લઈ તપાસમાં મોકલવા આદેશ આપ્યા છે. સમગ્ર શહેરમાં બ્લીચીંગ પાવડરનો છંટકાવ થઈ રહ્યો છે. સદર હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ બનાવ્યો છે જયાં સંભવિત દર્દીની તપાસ માટે નમૂના એકત્ર કરવા ટીમ બનાવાઈ છે. બિહારની રાજધાની પટણા ઉપરાંત મુંગેર, મુઝફફરપુરમાં બર્ડ ફલુ ફેલાયાની માહિતી પરથી મુંગેર અને પટણા જિલ્લામાં સેંકડો મરઘાની કત્લ કરવામાં આવી હતી. પટણાના સંજય ગાંધી બોટાનીકલ બગીચામાં બર્ડ ફલુના લીધે કેટલાક મોરના મોત પછી 25 ડિસેમ્બર 2018થી આ ઉદ્યાનમાં પ્રવેશ બંધ કરાયો છે. અહિં એચ ફાઈવ એનના ખતરનાક વાયરસે 6 મોરનો ભોગ લીધો છે. એવીયન ઈન્ફલુએન્ઝા (એચ ફાઈવ એન વન) વાયરસ વિશ્વભરમાં બર્ડ ફલુના નામથી પ્રસિદ્ધ થયેલ છે. આ ખતરનાક વાયરસનો ફેલાયો માણસો અને પક્ષીઓને ઝપટે લઈ ભારે અસર કરે છે. બર્ડ ફલુનું  ઈન્ફેકશન મરઘા, ટર્કી, ગીઝ, બતક જેવી પ્રજાતિઓના પક્ષીઓને વધુ અસર કરે છે. જેના મૃત્યુ સુધીનો ખતરો રહે છે.

Related posts

હવે ભારતના ટમેટા-લસણની દાણચોરી કરતું પાકિસ્તાન!

Nawanagar Time

દેશમાં કુલ રૂ. 69000 કરોડના 35 લાખ વાહનો કોઈ લેવા માટે તૈયાર નથી

Nawanagar Time

અક્ષયની ફી સાંભળી નિર્માતાઓના હોંશ ઉડી ગયા!

Nawanagar Time

Leave a Comment