Nawanagar Time
સ્વાદ પકવાન

જાણીલો સાબુદાણાને પલાળવાની સાચી રીત, એકદમ છુટ્ટા થશે

the-true-way-to-strip-the-known-saabudana-will-be-very-loose

આપણા સૌનાં ઘરોમાં ઉપવાસ વ્રત થાય છે અને આપણે સૌ કોઈને કોઈ ઉપવાસના દિવસે સાબુદાણાનો ઉપયોગ કરીએ છીએ. પણ ક્યારેક આપણને સાબુદાણાનો ઉપયોગ કરતા સમજમાં નથી આવતુ કે તે કેમ આટલા ચીકણા બને છે.તો ક્યારેક સાબુદાણા સરખા પલળતા જ નથી અને અધકચરા રહી જાય છે. તો આજે આપણે જાણીશું સાબુદાણાને કેવી રીતે પલાળવા તેની સાચી પદ્ધતિ.

જો તમે સાબુદાણા પલાળતી વખતે વધારે પાણી નાખી દેશો તો તમારા સાબુદાણાં ચીકણાં થઈ જશે. જો સાબુદાણા વધારે કોરા લાગે કે પાણી સુકાઈ ગયુ હોય તેવુ લાગે તો ઉપરથી થોડું પાણી છાંટીને સરખી રીતે મિક્સ કરો. જેમ જરૂર હોય તેમ પાણી છાંટો પણ એક સાથે વધારે પાણી ન નાંખો.

જો સાબુદાણા મોટા છે તો તેને આખી રાત પલાળી રાખો. બે કલાકમાં સાબુદાણા પલળતા નથી અને અંદરથી કોરા રહી જાય છે. 1 કપ સાબુદાણાને પલાળવા માટે 1 કપ પાણી પુરતુ છે. આ જ માપથી જો તમે સાબુદાણા પલાળશો તો તમારા સાબુદાણાં એક દમ છુટા અને સરખાં પલળશે.

નાના સાબુદાણાને 30 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેને પાણીમાંથી કાઢીને 2-3 કલાક પછી ઉપયોગમાં લો.

સાબુદાણાની તમે ખીચડી, સાબુદાણાની તમે ચકરી, સાબુદાણીની તમે વેફર, ચેવડો વગેરે બનાવી શકો છો. આ તમામ વસ્તુઓ બનાવવા માટે તમારે સાબુદાણાને સરખા પલાળવા પડે છે

Related posts

ખુબજ સ્વાદિષ્ટ અને ગળ્યુ ખાવાના શોખીનો માટે રવાના રસગુલ્લા

Nawanagar Time

નવરાત્રિ વ્રત માટે બનાવો સ્પેશ્યલ સાબુદાણા ટિક્કી, સ્વાદ યાદ રહી જશે

Nawanagar Time

બપોરના ભોજનમાં ખાવાની સાથે મીઠામાં સર્વ કરો ગોળપાપડી

Nawanagar Time

Leave a Comment