Nawanagar Time
નેશનલ

સાબરમતીમાં સત્ય જીવિત છે: પ્રિયંકા ગાંધીનું ટ્વિટ

the-truth-is-alive-in-sabarmati-priyanka-gandhis-tweet

નવી દિલ્હી:-કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટર પર એકાઉન્ટ ખોલાવ્યાંને એક માસ બાદ મંગળવારે  પહેલું ટ્વિટ કર્યું. તેઓએ સાબરમતી આશ્રમનો ઉલ્લેખ કર્યો અને મહાત્મા ગાંધીના એક કથનનું હવાલો આપતાં કહ્યું કે રાષ્ટ્રપિતા હંમેશા હિંસાની વિરૂદ્ધ રહ્યાં. અમદાવાદામાં કોંગ્રેસની ઈઠઈ બેઠકમાં સામેલ થયાં બાદ પ્રિયંકા ટ્વિટ કર્યું હતું. તેઓએ કહ્યું, “સાબરમતીની સાદગીમાં સત્ય જીવીત છે.” પ્રિયંકા 10 ફેબ્રુઆરીએ ટ્વિટર પર એક્ટિવ થયાં હતાં.

ગઈકાલે  ખાતે પ8 વર્ષ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક મળી હતી. આ બેઠકમાં પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીની સાદગી ઉડીને આંખે વળગે તેવી હતી. તેઓ કાર્યકરોની વચ્ચે જઈને બેઠાં હતાં. અમદાવાદ મુલાકાત દરમિયાન પ્રિયંકા ગાંધીએ પહેલી વખત જ જનસભાને પણ સંબોધી હતી.

દરમિયાન પ્રિયંકા ગાંધીએ એક માસ પૂર્વે ટ્વિટર એકાઉન્ટ એક્ટિવ  છે. જેમાં અમદાવાદ મુલાકાત બાદ પહેલું ટ્વિટ કરી સાબરમતીમાં સત્ય જીવિત હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત બીજા ટ્વિટમાં હિંસાના હેતુમાં કંઈ સારૂં જોવા મળે તો તે અસ્થાયી છે. તેવું ટ્વિટ કર્યું હતું.

Related posts

બોર્ડના નબળા પરિણામો માટે શાળા સંચાલકો સામે પગલાં લેવાતાં જ નથી: શિક્ષણાધિકારીનો એકરાર

Nawanagar Time

ટ્વિટર પર પાયલ-કવિતા વચ્ચે જામી ‘કેટ ફાઇટ’

Nawanagar Time

દેશમાં કુલ રૂ. 69000 કરોડના 35 લાખ વાહનો કોઈ લેવા માટે તૈયાર નથી

Nawanagar Time

Leave a Comment