Nawanagar Time
ગુજરાત જામનગર

2005 પેહલા નાં બિનકાયદેસર સૂચિત બાંધકામ કાયદેસર થશે. જાણો વધું..

the-proposed-construction-will-be-legalized-till-2005

લોકસભા ઈફેક્ટ! રાજ્ય સરકાર દ્વારા સૂચિત સોસાયટી કાયદેસરતા માટે કટ ઓફ ડેટમાં પાંચ વર્ષનો વધારો કરાયો: રાજ્ય સરકારે સત્તાવાર પરિપત્ર કર્યો

જામનગર:-જામનગર  સહિત મહાનગરપાલિકામાં ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા માટે અમલમાં મૂકેલ સુચિત સોસાયટીને કાયદેસર કરવા માટે અમલમાં મુકેલ સુચિત સોસાયટીને કાયદેસર કરવાની યોજનામાં રાજ્ય સરકારે પાંચ વર્ષનો સુધારો કરતા હવે વર્ષ 2005 સુધીના મકાનો કાયદેસર કરવાનો સતાવાર પરિપત્ર કરવામાં આવેલ છે.

જામનગર  મહાપાલિકા વિસ્તારમાં મોટાપાયે સુચિત સોસાયટીઓ આવેલ હોય આવા મકાનધારકોની મિલ્કત કાયદેસર કરવા માટે રાજ્ય સરકારે વિધાનસભામાં ખાસ ખરડો પસાર કરી મહેસુલી કાયદામાં ફેરફાર કરી યોજના અલમાં મુકી હતી. અત્યાર સુધી 1.1.2000 વર્ષ સુધીના સુચિત સોસાયટીના મકાનનો કાયદેસર કરવાનો લાભ મળતો હતો. તેમાં હવે રાજ્ય સરકારે કટ ઓફ ડેઈટમાં વધારો કરી 1.1.2005 સુધીના સુચિત સોસાયટીના મકાનોનો લાભ મળનાર છે.

રાજકોટ શહેરમાં કુલ 169 સુચિત સોસાયટી આવેલ છે તેમાંથી 148 સોસાયટીમાં પરિવર્તનિય વિસ્તાર જાહેર કરી મંજુરી આપવામાં આવી છે જ્યારે 11 સોસાયટીને પેન્ડિંગ રાખવામાં આવી છે. જ્યારે 10 સોસાયટીને નામંજુર કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા જ્યારે યોજના જાહેર કરી ત્યારે રાજકોટમાં સુચિત સોસાયટીમાં પ્રથમ તબકકામાં 25 હજાર જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા. તેમાંથી 2000 સુધીના કટ ઓફ ડેઈટના 13થી 15 હજાર આસામીઓને લાભ મળનાર હતો. આ ઉપરાંત હજુ 40 ટકા જેટલી અરજીઓ કરવામાં આવી નથી. આથી હવે પાંચ વર્ષની મુદ્દત વધારવામાં આવતા નવેસરથી અરજી કરવામાં આવશે. તેમજ અત્યાર સુધી કરવામાં આવેલી અરજીઓની સ્ક્રુટીની શરુ કરવામાં આવી છે. રાજકોટના પ્રથમ તબકકામાં કુલ 3025 મિલકત ધારકોની અરજી કરવામાં આવી છે. તેમાંથી માત્ર 1817 આસામીઓએ જ પૈસા ભરપાઈ કર્યા છે આમ એકંદરે સુચિત સોસાયટી કાયદેસર કરવાની યોજના સંપૂર્ણ નિષ્ફળ નિવડી છે. અત્યાર સુધીમાં રાજકોટ પૂર્વમાં મંજૂરપાત્ર 984 અરજીમાંથી 860 મંજૂર કરવામાં આવેલ અને તેમાંથી માત્ર 604 આસામીઓએ પૈસા ભર્યા છે. જ્યારે પશ્ર્ચિમ વિસ્તારમાં 17.4 અરજીમાંથી 165 અરજી મંજુર કરવામાં આવી હતી અને 144 આસામીઓએ પૈસા ભર્યા હતા.

Related posts

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, ઉંમરપાડામાં 16 ઈંચ વરસાદ.

Nawanagar Time

જામનગરની 64 પૈકી માત્ર 10 હૉસ્પિટલે જ ફાયર એનઓસી મેળવ્યા

Nawanagar Time

ગીતા જયંતિની ઉજવણી

Nawanagar Time

Leave a Comment