Nawanagar Time
ગુજરાત

ભાણવડમાં પાલિકાની બેદરકારીથી પાણીનો બેફામ વેડફાટ

the-unexpected-loss-of-water-by-the-caretaker-government-in-bhanvad

અનેક વિસ્તારોમાં લીકેજ લાઇનોમાંથી પાણી સતત વહેતું હોવા છતાં તંત્ર લાપરવાહ

ભાણવડ:-ભાણવડમાં પીવાના પાણી સપ્લાય માટેની લાઇનો અનેક ઠેકાણે લીકેજ હોય પાલિકા દ્વારા જ્યારે પણ પાણી વિતરણ કરવામાં આવે છે. ત્યારે તેમાંથી પાણીનો વેડફાટ થાય છે. ત્યારે વિડંબણા એ છે કે, કેટલાંક વિસ્તારોમાં તો આ સમસ્યા લાંબા સમયથી હોવા છતાં તંત્રની આળસ ઉડતી નથી.

શહેરના પોરબંદર ગેઇટ બહાર લાખાણી મશીનરી સામે રોડ વચ્ચે કાયમી ધોરણે લીકેજ લાઇનમાંથી પાણી વહેતું રહે છે જે અંગે અનેક રજુઆતો કરવા છતાં પાલિકાતંત્રએ કોઇ પગલાં લીધા નથી. આવી સ્થિતિ ભાણવડ નગરપાલિકા સામે જ પણ લાંબા સમયથી હતી પાલિકા વાહકોની નજર સામે વેડફાતા પાણીને અટકાવવા માટે પણ લાંબા સમય સુધી કોઇ તકેદારી લેવામાં આવી ન હતી અને જયારે લીકેજ લાઇન રીપેર કરવામાં આવી ત્યાં સુધીમાં ઘણા પાણીનો વેડફાટ થઇ ગયો હતો.

આવી જ સ્થિતિ વોર્ડ નં. 4 માં આવતા રણજીતપરાના આશાપુરા મંદિર પાસે આશરે છ માસથી લીકેજ લાઇન છે અને જયારે જયારે પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે તેમાંથી પાણીની રેલમછેલ થતી રહે છે. લીકેજ પાણીની લાઇનને કારણે લોકોને પુરા ફોર્સથી પાણી પણ નથી મળી રહયું. આ અંગે પાલિકામાં વખતો વખત જાણ કરવામાં આવી રહી હોવા છતાં અને કારોબારી ચેરમેનનો વોર્ડ હોવા છતાં પાણીના વેડફાટ અંગે દુર્લક્ષ સેવવામાં આવતુ નથી.

આ ઉપરાંત શહોરના ઘણા વિસ્તારોમાં નળ વાટે આવતા પીવાના પાણી એકદમ ડહોળા અને દુર્ગંધ મારતા આવતા હોવાની પણ બુમરેગ ઉઠી છે વોર્ડ નં. 6ના ઉમિયાજી પાર્કમાં નળનું પાણી એકદમ ડહોળુ આવતુ હોઇ લોકોના આરોગ્ય જોખમાઇ રહયા હોવાની ફરીયાદો ઉઠી રહી છે.

Related posts

પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેની ઝુંપડપટ્ટીઓ હટાવાઇ

Nawanagar Time

ખોડિયાર કોલોનીમાં જીનિંગ મિલના માલિકના ઘરમાં તસ્કરો ત્રાટક્યા: રૂા.ર લાખના મુદ્દામાલની ચોરી

Nawanagar Time

મુળુભાઈને મેદાને ઉતારતી કોંગ્રેસ, જાણો એમનાં વિસે વધું…

Nawanagar Time

Leave a Comment