Nawanagar Time
ગુજરાત જામનગર

અનોખો સેવા યજ્ઞ એનિવર્સરીએ 13 દિકરીઓને સાસરે વળાવી

the-unique-service-yagna-anniversary-has-shown-the-courage-of-13-daughters

શિવધારા ટ્રસ્ટના પ્રમુખે સતત ત્રીજી વખત સમૂહ લગ્નોત્સવ થકી સમાજને ઉત્કૃષ્ટ ઉદાહરણ પાડયું

જામનગર:-પોતાની મેરેજ એનિવર્સરીને મોંઘીદાટ હોટેલો અથવા રીસોર્ટમાં ઉજવનારા ઘણાં લોકો જોવા મળે છે પરંતુ જામનગરના એક યુગલે પોતાની મેરેજ એનિવર્સરીના દિવસે 13 દિકરીઓને સાસરે વળાવી ઉજવણી માટેનો નવો ચિલો ચાતર્યો છે. સાસરે વળાવાની સાથોસાથ આ યુગલે દિકરીઓને સોના-ચાંદીના ઘરેણાં તેમજ ઘરવખરી ભેટમાં આપી છે.

આ ઉદાહરણ જામનગરના  ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઇ પટેલ અને તેમના પત્ની દ્વારા પુરૂ પાડવામાં આવ્યું છે. શિવધારા ટ્રસ્ટના રમેશભાઇ છેલ્લા ત્રણ વર્ષથી પોતાની લગ્ન તિથી પ્રસંગે જરૂરિયાતમંદ પરિવારોની દિકરીઓના લગ્ન કરાવે છે. આ વર્ષે પણ તા.9ના રોજ 13 યુગલોનો સમુહ લગ્નોત્સવ ઉજવીને પોતાની મેરેજ એનિવર્સરીને યાદગાર બનાવી હતી. નોંધનીય છે કે શિવધારા ટ્રસ્ટ  સેવાકિય પ્રવૃતિઓનો ધોધ અવિરત વહેતો રહે છે. શિક્ષણ માટે વિદ્યાર્થીઓને ચોપડા, નોટબુકનું વિતરણ સહિતની કામગીરી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. તહેવારોમાં વૃઘ્ધોને ભોજન અને કપડાનું વિતરણ પણ થાય છે.

દરમિયાન તા.9ના રોજ જામનગર સમાણા હાઇવે ગંગાવાવ આશ્રમ સામે મોટી વેરાવળ, લાલપુર ખાતે 13 નવયુગલોના લગ્ન કરાવી શિવધારા ટ્રસ્ટના રમેશભાઇએ  ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડયું હતું.

Related posts

કોંગ્રેસના આઠ મુરતિયાઓએ વિજય મુર્હૂતમાં ઉમેદવારી નોંધાવી

Nawanagar Time

વિજરખીની ગોળાઈમાં બસ-ટ્રક વચ્ચે ટક્કર

Nawanagar Time

સત્તાના જોરે નોનવેજના ધંધાર્થીઓ ઉપર દંડાવાળી બંધ કરો: અલ્તાફ ખફી

Nawanagar Time

Leave a Comment