Nawanagar Time
ગુજરાત જામનગર

પ્રદૂષણ મુદ્દે ગ્રામજનો સાચા કે ધારાસભ્ય ધારવિયા?

the-villagers-are-true-or-the-mla-of-dharaviya-on-the-issue-of-pollution

લાલપુર તાલુકામાં પ્રદુષણ અને ગૌચર મુદ્દે ગ્રામજનોએ ધગધગતી રજૂઆત કરી : ધારાસભ્ય ધારવિયા કહે છે મને કોઇ ફરિયાદ મળી નથી

જામનગર:-જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગૌચરની જમીનો દબાવી દઇ પ્રદુષિત પાણી જાહેરમાં છોડવામાં આવતું હોય તેમજ કોલસીના ઢગલાને કારણે વાતાવરણ પ્રદુષિત બની રહ્યું હોય ગ્રામ્ય વિસ્તારના લોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તાકિદે પગલાં ભરવા માંગ કરી છે. બીજી તરફ આ વિસ્તારના ધારાસભ્ય વલ્લભભાઇ ધારવીયા રિલાયન્સ દ્વારા કોઇ જ પ્ર્રદુષણ ન થતું હોવાનું જણાવી ગ્રામજનોની કોઇ ફરિયાદ ન હોવાનું કહી રહયા છે ત્યારે આ રજૂઆત બાદ ગ્રામજનો સાચા કે ધારાસભ્ય તેવા સવાલો ઉઠી રહયા છે.

જામનગરને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (એસઇઝેડ) હેતુ માટે સંપાદનથી ફાળવવામાં આવેલ લાલપુર તાલુકાના અમારા કાનાલુસ, નવાગામ, કાનાછિકારી, ડેરાછિકારી તથા પડાણા ગામની ખેતીની જમીનો, ખરાબા, ગૌચરો વગેરેમાંથી અમારા એકબીજા ગામોને જોડતા જાહેર સ્તાઓ, નદી, નાળાઓ, પન્ના ડેમ અને ડેમની ડુબમાં જતી જમીનોમાં દબાણ ઉભાં થઇ ગયા છે અને ગૌચર પણ રહયાં નથી ત્યારે ગ્રામજનોએ ગૌચરની જમીન ખુલ્લી કરાવા અને પન્ના ડેમ આધારીત પાણી પુરવઠા યોજનાનો અમલ કરવા માંગ કરી છે.

વધુમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી હાઇકોર્ટના ચુકાદા મુજબના નેચર વોટર ડ્રેનસ કુદરતી વોકળા યથાવત અને ખુલ્લા રાખવા અને પાણીની પાઇપલાઇન, રોડ, રસ્તાની જમીન તેમજ ગૌચરની જમીન માટે મુળ કિંમત ઉપરાંત 30 ટકા વધારે વસુલી વગેરે જેવી બાબતોનું ચુસ્ત પાલન કરાવવા માંગ કરી એસઇઝેડમાં કંપની છ મહિનામાં બાંધકામ શરૂ ન કરે અથવા ત્રણ વર્ષમાં સંપૂર્ણ પ્રોજેકટ પુરો ન થાય તો જેટલી જમીન પર નિયત સમયમર્યાદામાં બાંધકામ ન થાય તેટલી જમીન સરકાર હસ્તક કોઇપણ વળતર ચુકવ્યા વગર ખાલસા કરવા માંગણી કરી, ઘણા બધા જાહેર રસ્તા એકબીજા ગામના રોડ રસ્તાઓ દબાણ કરી બંધ કરેલ છે, તેમજ અમારા ગામે પશુધન ચરિયાણ માટે એક વિઘો પણ ગૌચરની જમીન ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી.

અંતમાં ખોડિયાર માતાજીના મંદિરે દર્શનાર્થીઓને પડતી મુશ્કેલી દુર કરવામાં આવે તેમજ કાનાલુસથી મેઘનુગામ જાહેર રસ્તાઓ જે અગાઉ મેટલ અને અપ્રોચ રોડ બની ચુકેલ છે તે જિલ્લા વિકાસ અધિકારી (ડી.ડી.ઓ.) જામનગરના તા.22-7-2015ના હુકમથી અમલવારી કરી તાત્કાલીક દબાણો દુર કરવામાં આવે અને ખુલ્લા કરવામાં આવે તેવી જિલ્લા સમાહર્તાને અમારી કાનાલુસ ગામની જાગૃત નાગરિકોએ વિનંતી કરી છે. અન્યથા ગાંધી ચિંઘ્યા રાહે આંદોલન કરવાની ચિમકી પણ અંતમાં ઉચ્ચારવામાં આવી છે.

Related posts

સાંસદ, મેયર, સંતો-મહંતોએ ઘંટારવ-થાળી વગાડી

Nawanagar Time

લાલપુરમાં પાલિકા તંત્રના લબાડ વહીવટથી ગંદકીએ માઝા મૂકી

Nawanagar Time

જામનગર જિલ્લા સહકારી બેંકને ડિસેમ્બર સુધી રાહત

Nawanagar Time

Leave a Comment