Nawanagar Time
ગુજરાત જામનગર

વિકાસ માત્ર નામ નોઁ જ ?, ગામડાંઓમાં ભૂગર્ભ ગટર આવતાં દાયકો નીકળી જશે

the-villages-will-get-out-of-the-underground-sewage-decade

જામનગર:-પીવાના પાણીની પ્રાથમિક જરૂરિયાત છે તેવી જ રીતે જન આરોગ્ય માટે ગંદાપાણીના નિકાલ સુયોજીત થાય તે પણ ફરજીયાત સેવાનો ભાગ છે. પરંતુ જિલ્લાના ગામડાઓમાં ભૂગર્ભ ગટર આવતાં દાયકો તો  નીકળી જશે તેવા એંધાણ છે. કેમ કે હાલ તુરંત તો ગ્રામ્ય વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કોઇ કામગીરીનું આયોજન નથી. (જો કે તાલુકા કક્ષાએ કે સુધરાઇ કક્ષાએ પણ ભૂગર્ભ ગટરના કયાં પુરતાં ઠેકાણા છે?

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના આયોજન મુજબ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સર્વ પ્રથમ ઘન કચરાના નિકાલ માટે પ્રથમ આયોજન  પ્રથમ તબક્કામાં 188 ગામોનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટે આયોજન છે. ત્યારબાદ બીજા તબક્કામાં બીજા ગામો એમ તબક્કાવાર દરેક ગામોમાં કચરા નિકાલની વ્યવસ્થા થશે આ વ્યવસ્થા પુરી થશે, સંપૂર્ણપણે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ બાદ ભૂગર્ભ ગટર માટેના આયોજન હાથ ધરવામાં આવશે. દેખીતુ છે. દરેક ગામોમાં આ મેનેજમેન્ટ પુરૂ થતાં દાયકો સહેજે  જશે. કેમ કે 100 ટકા શૌચાલય માટે પણ દાયકો થવામાં છે.

કચરા, ગંદકી, ગંદા પાણીથી ખદબદતા ‘ગોકુળિયા’ ગામ

ગોકળિયા ગામ બનાવવા છે અથવા બનાવી રહ્યાં છીએ તેવી જાહેરાતો કરતી સરકાર માટે વાસ્તવિકતાએ છે કે ગામડામાં ગંદકી, કચરા, ગંદા પાણી, ખાબોચિયા વગેરે ખદબદે છે. જેમાંથી રોગકારક જંતુઓનો પ્રકોપ છે અને  રમખાણ છે જે ગ્રામજનોને રોગચાળો આપે છે. ત્રાસ આપે છે. આ સ્થિતી સુધારવા અને તાત્કાલિક ફરજિયાત સેવા પુરી પાડવા કોઇ ચુસ્તી નથી.

Related posts

ભાષાદીપ સહિત નીતનવા તાલીમ ફતવા સામે પ્રા.શાળાના શિક્ષણની કફોડી દશા

Nawanagar Time

સેનાના ભરતી મેળામાં બેરોજગારોનો રાફડો

Nawanagar Time

ગુલાબનગર-વિભાપર માર્ગ ગંદકીમાં ગળાડૂબ

Nawanagar Time

Leave a Comment