Nawanagar Time
ગુજરાત જામનગર

આખી દુનિયાનું વિધ્નહર્તા,આજે પોતે કેદમાં !

the-whole-world-is-imprisoned-today-in-captivity

જામનગર:-સમગ્ર સૃષ્ટિના વિઘ્ન હરી લેતાં વિઘ્નહર્તા દુંદાળા દેવે જાણે મોટો ગુન્હો કર્યો હોય તેમ જામનગર મહાનગર પાલિકાની કેદમાં પૂરાયા છે. ગત્ વર્ષે ગણેશ ચતુર્થી સમયે કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી કબજે કરવામાં આવેલી મૂર્તિઓને હાલ એસ્ટેટ વિભાગના ડેલામાં ભૂંડે હાલ નાખી દેવામાં આવી છે. લોકોની આસ્થાને ઠેસ પહોંચાડે તેવા આ કૃત્યમાં મનપાના અધિકારીઓ દ્વારા ગણપતિજીની મૂર્તિને માન-સન્માન આપવાના બદલે મન પડે ત્યાં ફેંકી દીધી હોવાનું કેમેરામાં કેદ થયું છે. આ સંજોગોમાં મનપાના હિન્દુવાદી ભાજપી શાસકો આવી અક્ષમ્ય બેદરકારી નાખવનારાઓ સામે કેવા પગલાં ભરે છે? એ જોવું રહ્યું.

Related posts

જરૂરિયાતમંદ માટે પોતાનો જથ્થો જતો કરતા 600 જામનગરવાસીઓ

Nawanagar Time

જામનગરના વરણા ગામે 20 લાખના તળાવનું કામ મંજૂર

Nawanagar Time

જામનગરના વણિક વૃદ્ધની રાજકોટમાં કરપીણ હત્યા

Nawanagar Time

Leave a Comment