Nawanagar Time
ગુજરાત જામનગર

જામજોધપુર પંથકમાં જંગલનો સોથ વાળતી પવનચક્કી

the-windmill-of-the-jungle-in-jamjodhpur-diocese

પવનચક્કીના કારણે પશુ-પક્ષીઓનો વસવાટ ઘટ્યો: સ્થાનિક લોકોનો વિરોધ ઘોળીને પી જતાં અધિકારીઓ

જામજોધપુર:-જામનગર જિલ્લામાં ખાનગી કંપનીઓ દ્વારા ઠેક-ઠેકાણે પવનચક્કીઓ ફીટ કરી પર્યાવરણનો સોથ વાળવામાં આવીરહ્યો છે ત્યારે જામજોધપુર પંથકમાં આવેલા જંગલ વિસ્તારમાં પણ હવે પવનચક્કીવાળાઓએ પગપેસારો કરી ગાઢ જંગલોનો સોથ બોલાવી નાખતા સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી ગયો છે. પવનચક્કીના પાપે જામજોધર પંથકના જંગલ વિસ્તારમાંથી પશુ-પંખીઓ પણ  ઊચાળા ભરી ગયાં હોવાનું બહાર આવ્યું છે.

જામજોધપુર પંથકમાં વરવાળા, પરવાળા, ચુર વગેરે વિસ્તારોમાં ખાનગી કંપની દ્વારા પવન ચક્કીનું કામ પુર જોશમાં ચાલી રહ્યું છે. આ વિસ્તારોમાં ખાનગી કંપનીના પવન ચકકીના કામને કારણે વૃક્ષોનો નાશ થઇ ગયો છે. પશુ-પક્ષીઓનો વસવાટ ઓછો થઇ ગયો છે. કંપનીના ભારે ઓવરલોડ વાહનોની અવર-જવરને કારણે રોડ-રસ્તાની પથારી ફરી ગઇ છે. આ વિસ્તારમાં ચાલતી પવન ચક્કીને કારણે રહી શકાય તેમ નથી. અન્ય બીજી જગ્યાએ જવું પડે તેવી પરિસ્થિતિ છે. આ વિસ્તારમાં ગેરકાયદેસર ખરાબામાં ખોદકામ થઇ રહ્યું છે. અનેક વિસ્તારોમાં દબાણ કરતી ખાનગી કંપની દ્વારા રોડ કરવામાં આવ્યા છે. બોમ્બબ્લાસ્ટને કારણે આજુબાજુના વિસ્તારના લોકોને તકલીફ પડી રહી છે. ત્યારે સરકારી બાબુઓને અનેક વખત રજૂઆતો કરતાં પોતાને લેખિતમાં રજૂઆત થાય તો કાર્યવાહી કરશું તેમ જણાવે છે. શું સરકારી બાબુઓને આ બધી બાબતોની જાત તપાસ ન કરવી જોઇએ? ત્યારે સરકારી બાબુઓ ગ્રામ પંચાયતના સરકારી બાબુઓ વગેરેને ખાનગી કંપની દ્વારા મલાઇ આપી દીધાનું ચચાર્ય છે. ત્યારે અનેક રાજકીય લોકો આ ખાનગી કંપની આવતા ‘તાજા’ થઇ ગયા છે અને થોડા સમય પહેલાં  પાટલા પંથકમાં રાજકીય વ્યકિત પર થયેલ હુમલો પણ આ કંપનીના દેવાણીયોના કામને થઇને હોવાનું ચર્ચાય છે. ત્યારે આગામી દિવસોમાં આવા રાજકીય હુમલા ન થાય અને પ્રજાનું હિત જોવાય તે માટે સરકારી બાબુઓએ તાત્કાલિક પગલાં લેવા જોઇએ તેવી માંગ ઉઠવા પામી છે.

Related posts

જામનગર ગ્રામ્યના પાંચ ગામોને વીજ સમસ્યામાંથી છૂટકારો આપવા માંગ

Nawanagar Time

જામનગરમાં સ્વાઇનફલૂથી 12 કલાકમાં બેના મોત

Nawanagar Time

સસોઇ ડેમથી પમ્પ હાઉસ સુધીની લાઇનનો ખર્ચ રૂા.23 કરોડ શા માટે વધ્યો? પેચીદો સવાલ

Nawanagar Time

Leave a Comment