Nawanagar Time
જામનગર

જામનગરમાં બાળકીને ઉઠાવી જનાર મહિલા ઝડપાઇ…

જામનગરમાં બે દિવસ અગાઉ નવજાત બાળકી ઉઠાંતરી કરનાર  મહિલા ઝડપાઇ ગઈ છે, આ મહિલા પ્રેમીને પામવા નવજાત બાળકીની ઉઠાંતરી કરી હતી,  પોલીસે ઝડપી પડેલી ૨૧ વર્ષની અપરિણીત મહિલા ત્રણ ચાર વર્ષથી એક યુવક સાથે પ્રેમસંબંધમાં હતી, અને પ્રેમી સાથેના શરીર સંબંધના કારણે બાળકનો જન્મ થયાનું બહાને બાળકી પોતાનું હોવાનું સાબિત કરીને પ્રેમી સાથે લગ્ન કરવાના કોડ ધરાવતી હતી.

ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતી શિલ્પાબેન કોળી નામની મહિલાને ત્રણ ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો, અને પ્રેમી સાથે અવારનવાર શારીરિક સમ્બન્ધો હતા, તે દરમિયાન માર્ચ મહિના આસપાસ પણ શારીરિક સમ્બન્ધો બાંધ્યા હતા, પ્રેમીને એવું કહ્યું હતું કે પ્રેમ સંબંધથી મહિલા પ્રેગ્નન્ટ છે, એટલે આખરે શુક્રવારે નર્સના ડ્રેસ પહેરી જીજી હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં પહોંચી ગઈ એક નવજાત બાળકીને ઉઠાવી ગઈ, અને પ્રેમ સંબંધથી આ બાળક છે, એવું કહી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાનો ઈરાદો ધરાવતી હતી

આખરે આ સમાચાર મીડિયામાં પ્રીસિદ્ધ થઇ જતાં બાળકને લઈને પોતાના ઘરે પહોંચી તેના માં-બાપને એવું જણાવ્યું કે ખોડિયાર મંદિરે અજાણી બુરખા પહેરેલી એક સ્ત્રી મને હાથમાં પકડાવી ગઈ, એટલે હું ઘરે લઈ આવી. માં-બાપ ને જાણ થતા મહિલા અને તેના માતા પિતા સાથે પોલીસને સોંપી દીધી. આ મહિલા જ શંકામાં દાયરામાં છે, તેમ માની પોલીસે સીસીટીવી ચેક કરતા આખરે આ જ મહિલા ઉઠાવગીર નીકળી,

Related posts

જિલ્લા પંચાયતની સભાને તોફાની બનાવતા ખુદ કોંગ્રેસના સભ્યો

Nawanagar Time

મિલકત વેરો વસુલવા વધુ 33 મિલકતો સીલ

Nawanagar Time

એક મહિનામાં 530 સરીસૃપને બચાવતી લાખોટા નૅચર કલબ

Nawanagar Time

Leave a Comment