Nawanagar Time
અજબ-ગજબ

દુનિયાનો સૌથી ઊંડો સ્વિમિંગ પૂલ, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી અડધી સાઇઝનો પૂલ

the-worlds-deepest-swimming-pool-half-sized-pool-with-the-statue-of-liberty

પોલેન્ડ:-દુનિયાનો સૌથી ઊંડો સ્વિમિંગ પૂલ પોલેન્ડમાં ખૂલવાનો છે. આ પૂલની ઊંડાઈ 148 ફીટ હશે. આ સ્વિમિંગ પૂલમાં 27 ઓલિમ્પિક સાઈઝના સ્વિમિંગ પૂલ જેટલું પાણી ભરાઈ શકે છે. ડીપસ્પોટ આ વર્ષે સપ્ટેમ્બર મહિનાની આસપાસ સેન્ટ્રલ પોલિશ ટાઉનમાં ખૂલશે. આ પૂલ માત્ર સ્કૂબા ડાઇવર્સ માટે જ નહીં પણ દરેક માટે ઓપન રહેશે. ડીપસ્પોટમાં એક અન્ડર વોટર ટનલ હશે જે પારદર્શક હશે. ઉપરાંત હોટલ રૂમ, રેસ્ટોરન્ટ અને કોન્ફરન્સ રૂમ પણ હશે જ્યાંથી પૂલ દેખાશે. આ પૂલને ભરવા 8000 ક્યુબિક મીટર પાણી જોઈએ છે એટલે કે કુલ 82 ફુટના 27 સ્વિમિંગ પૂલ જેટલું પાણી.

આ સ્વિમિંગ પૂલ હાલના રેકોર્ડ હોલ્ડર Y-40 ડીપ જોય સ્વિમિંગ પૂલ કરતાં 16 ફીટ વધુ ઊંડો હશે. તે પહેલાં 2014 સુધી સૌથી ઊંડા સ્વિમિંગ પૂલનો રેકોર્ડ નેમો 33ના નામે હતો. નેમો 33 પૂલ 113 ફીટનો હતો જે ડીપસ્પોટ કરતાં 35 ફીટ ઓછો ઊંડો હતો.

જોકે આ પૂલને નામે સૌથી ઊંડા પૂલનો રેકોર્ડ 6 મહિના સુધી જ રહેશે.અત્યારે દુનિયાના સૌથી ઊંડા પૂલનું કન્સ્ટ્રક્શન યુકેમાં થઇ રહ્યું છે. બ્લુ અબેસ નામનો સ્વિમિંગ પૂલ 164 ફીટ ઊંડાઈ સાથે દુનિયાનો સૌથી ઊંડો સ્વિમિંગ પૂલ બની જશે.

  • ડીપસ્પોટ સ્વિમિંગ પૂલની ઊંડાઈ 148 ફીટ, જેને ભરવા કુલ 82 ફુટના 27 સ્વિમિંગ પૂલ જેટલું પાણી જોઈએ
  • બાંધકામ બાદ બ્લુ અબેસ નામનો સ્વિમિંગ પૂલ 164 ફીટ ઊંડાઈ સાથે દુનિયાનો સૌથી ઊંડો સ્વિમિંગ પૂલ બની જશે

Related posts

ઝારખંડના દુર્ગમ વિસ્તારની પ્રજા પોતાની દીકરીના લગ્ન કૂતરા સાથે કરાવે છે!

Nawanagar Time

‘વીજળી ઘર’ની ખોટી જોડણી સુધારવા કે.કા.શાસ્ત્રીએ એક વર્ષ સુધી પત્રો લખીને સત્યાગ્રહ કર્યો હતો

Nawanagar Time

હેપ્પી મધર્સ ડે: અજબ-ગજબ! મહિલાએ એક જ વર્ષમાં ચાર બાળકોને આપ્યો જન્મ

Nawanagar Time

Leave a Comment