Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરના લાચાર ‘ગુરૂ’ના પગાર સૌથી છેલ્લે

the-worst-salary-of-jamnagars-helpless-guru-is-finally-the-salary

પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો જ પગાર ભથ્થા માટે લાચાર..!

જામનગર:-જામનગર મહાનગરપાલિકાની તિજોરીની કફોડી સ્થિતિ હોય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ આવતી પ્રાથમિક શાળાના શિક્ષકોના પગાર અને ભથ્થા નિયમિત મળતા ન હોવાથી મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાનો નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા 100% ગ્રાન્ટ મંજુર કરે તો જ થાય તેમ છે, આ અંગે મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કમિશ્નર અને રાજ્ય સરકારને વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં હજુ કોઈ હલ આવતો નથી.

જામનગર મહાપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને દર મહિને પગાર અને  ભથ્થા સમયસર મળતા નથી. કારણ કે, શિક્ષકોને આ પગાર મહાપાલિકાના સ્વભંડોળમાંથી ચુકવવામાં આવે છે. મહાપાલિકામાં જયારે જયારે વેરાની આવક જમા થાય ત્યારે સૌથી છેલ્લે આવા શિક્ષકોનો વારો આવે છે, એટલે શિક્ષકોના પગાર ભથ્થા સામાન્ય રીતે દર મહિને 25 તારીખ આસપાસ જ ચૂકવાય છે.

જામનગરના  મહાપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 452 શિક્ષકો, 30 જેટલા મુખ્ય આચાર્ય અને 70 જેટલો અન્ય સ્ટાફ હાલ ફરજ બજાવી રહ્યો છે,  પગાર અને ભથ્થા માટે રાજ્ય સરકાર દ્વારા 80% લેખે અને મહાનગરપાલિકા દ્વારા 20% લેખે એમ મળીને કુલ 100 % પગાર અને ભથ્થાઓની ચુકવણી કરવામાં આવે છે.

જામનગર મહાનગરપાલિકાની સ્વભંડોળની ગ્રાન્ટની આર્થિક પરિસ્થિતિ જોતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને દર મહિને અંદાજે એક કરોડની ગ્રાન્ટ ફાળવવાની થાય છે, જે છેલ્લા ઘણા સમયથી સમયસર મળતી નથી

જામનગર મહાનગરપાલિકાની સ્વભંડોળની ગ્રાન્ટની આર્થિક પરિસ્થિતિ જોતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને દર મહિને અંદાજે એક કરોડની ગ્રાન્ટ ફાળવવાની થાય છે, જે છેલ્લા ઘણા સમયથી સમયસર મળતી નથી , રાજ્ય સરકાર દ્વારા  છેલ્લા વર્ષોમાં ગ્રાન્ટેડ પ્રાથિમક શાળાઓને પણ 100 % ગ્રાન્ટ આપવાનો ઠરાવ કરેલ  છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમીતીની હાલની જોગવાઇમાં સુધારો કરીને જામનગરના શિક્ષકોને પગાર ભથ્થા માટે 100 % ગ્રાન્ટ મંજૂર કરવા સંબધિત સ્તરે રજૂઆતો કરવામાં આવી છે.

Related posts

શેરદિલ વિક્રમ માડમનો આજે જન્મ દિવસ

Nawanagar Time

જોબફેરમાં 10થી વધારે કંપનીઓ 700થી વધારે નોકરીઓ આપશે

Nawanagar Time

જિલ્લા ઉદ્યોગને વાજપાઇ બેંકેબલ યોજના બંધ કરવા આદેશ

Nawanagar Time

Leave a Comment