Nawanagar Time
ગુજરાત જામનગર

કૂવામાં ખાબકેલો યુવાન પોણી કલાકે બહાર કઢાયો

the-young-man-in-the-well-drove-out-at-the-hour

જામનગર:-જામનગરમાં મંગળવારે પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં ગૌરીશંકર મહાદેવ મંદિરની નજીક આવેલા કૂવામાં બપોરના ત્રણેક વાગ્યે એક યુવાન ખાબકતા ફાયર વિભાગના સ્ટાફ દ્વારા લાંબી જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતાં. શહેરના પંચેશ્ર્વર ટાવર નજીક ગૌરી શંકરના મહાદેવ મંદિર નજીક આવેલા કૂવામાં એક યુવાન ખાબકયો હતો. આ યુવાન કયા કારણોસર કૂવામાં પડયો હતો કે અજાણતા પડયો હતો તે તો જાણવા નથી મળ્યું પરંતુ યુવાન કૂવામાં ખાબકતા ગામ ગાંડુ થયુ હતું. આ બનાવને લઇને કોઇએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કૂવામાં સિડી ઉતારી યુવાનને બહાર કાઢયો હતો. યુવાન કૂવામાં પડતા લોકોના ટોળા ઉમટી પડયા હતાં. ફાયર વિભાગમાંથી જાણવા મળતી વિગતો મુજબ આ યુવાનનું નામ પરેશ વિનુભાઇ જાની હોવાનું જાણવા મળ્યું છે. તેમજ કૂવામાંથી બહાર નિકળી આ યુવાન તેની માતા સાથે ચાલ્યો ગયો હતો.

the-young-man-in-the-well-drove-out-at-the-hour
the-young-man-in-the-well-drove-out-at-the-hour

 

the-young-man-in-the-well-drove-out-at-the-hour
the-young-man-in-the-well-drove-out-at-the-hour

Related posts

જામનગરની સમરસ હોસ્ટેલ સહિતના નવ સ્થળે કોરેન્ટાઈન સેન્ટર કાર્યાન્વિત

Nawanagar Time

ચૂંટણી પછી પણ ઓડિયો-વીડિયો ક્લિપીંગ ચર્ચામાં !

Nawanagar Time

ડો. આંબેડકરની 128મી જન્મ જયંતીની ભાવભેર ઉજવણી

Nawanagar Time

Leave a Comment