Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં બેફામ ગુંડાગીરી: 40 લાખની ઉઘરાણી મામલે ઑફિસમાં તોડફોડ

theft-in-jamnagar-a-robbery-in-the-office-of-a-40-lakh-collection

પારકી ઉઘરાણીનો હવાલો લઈ બોકસાઈટના ધંધાર્થીની ઑફિસમાં સરાજાહેર હુમલો કરાતા ચકચાર

જામનગર:-જામનગરમાં કાયદો અને વ્યવસ્થા સ્થિતિ દિવસને દિવસ કથળતી જતી હોય તેમ બોકસાઈટના ધંધાર્થી પાસે 40 લાખ પડાવવા માટે ધમકી આપીને ઓફિસમાં તોડફોડ કરી આતંક મચાવવાનો મામલો સામે આવતા એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે.

જામનગરમાં રહેતા અને બોકસાઈટના વ્યવસાય સાથે સંકળાયેલા હરેન્દ્રભાઈ મહેતાને અચાનક મોબાઈલમાં ફોન આવ્યો કે, મારા મિત્રના 40 લાખ આપવાના છે તેમ કહીને ધર્મેન્દ્ર મયુરભાઈ માડમે ધમકી આપતા ચોંકી ઉઠ્યા હતાં. ત્યાર બાદ વારંવાર હરેન્દ્રભાઈને ધર્મેન્દ્ર માડમ ફોન કરતો હતો. આથી હરેન્દ્રભાઈ મહેતાએ મોબાઈલ ફોન ઉપાડવાનું બંધ કરી દેતા ધર્મેન્દ્ર માડમ ઉશ્કેરાઈ ગયો હતો અને આ મામલે ધર્મેન્દ્ર માડમે હરેન્દ્રભાઈના મિત્ર એવા બિલ્ડર નિલેષ ટોલીયાને પણ ફોન કરીને હરેન્દ્રભાઈ પાસે 40 લાખ માંગતા હોવાની વાત કરી હતી, ત્યારે હરેન્દ્રભાઈ અને નિલેષ ટોલીયા વચ્ચે વાતચીત થતા મારી પાસે કોઈ પૈસા માંગતુ ન હોવાનું હરેન્દ્રભાઇએ જણાવ્યુ હતું.

તેવામાં અચાનક મંગળવારે હરેન્દ્ર મહેતાની મોટર હાઉસ અંકુર એપાર્ટમેન્ટ નજીક પોટરીવાળી ગલીમાં આવેલ ઓફિસમાં ધર્મેન્દ્ર મયુરભાઈ માડમ ઝૂમતી હાલતમાં ધસી જઈને દંગલ મચાવ્યું હતું અને તોડફોડ કરી 1 લાખનું નુકશાન કરીને હંગામો મચાવી દીધો હતો.

વધુમાં ઓફિસમાં કામ કરતા શ્રેયાંશભાઈ પર હુમલો કરી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, આ મામલે બોકસાઈટના ધંધાર્થીને ખબર પડતાં તાકીદે સીટી-બી પોલીસ મથકે દોડી જઈને તેમની ઓફિસમાં તોડફોડ કરનાર ધર્મેન્દ્ર મયુરભાઈ માડમ વિરુદ્ધ વિગતવાર પોલીસ ફરિયાદ નોંધાવી છે,

આમ જામનગરમાં ભુમાફીયા તત્વોની દાદાગીરી બાદ લુખ્ખા તત્વો દ્વારા વેપારીઑ પાસે બળજબરીથી નાણા પડાવાનો આ મામલો સામે આવતા વેપારીઓમાં ફફડાટની લાગણી ફેલાઈ છે.

Related posts

હાલારી ગદર્ભ પ્રજાતિ લુપ્ત થવાને આરે: જિલ્લામાં માત્ર 285

Nawanagar Time

વનરાજસિંહ વાળાએ પિસ્તોલ તાકી કરોડની ખંડણી માંગી

Nawanagar Time

મોહનનગર આવાસ યોજનામાં લોકો વીજળી- પાણીની સુવિધાથી વંચીત

Nawanagar Time

Leave a Comment