Nawanagar Time
ગુજરાત

ખંભાળિયાના ઘી ડેમમાંથી મોટાપાયે માટી ચોરી ઝડપાઇ

theft-of-mud-in-khambhalias-ghee-dam

ખંભાળિયા પોલીસ તંત્રનું સફળ ઓપરેશન: અર્થ મૂવર્સ જેવા વાહનોથી થઇ રહી હતી પ્રમાણમાં ચોરી

ખંભાળિયા:-ખંભાળિયાના વિશાળ અને મહત્વના એવા ઘી ડેમ તથા આસપાસના વિસ્તારમાંથી અહીંના પોલીસ તંત્ર દ્વારા ખાણ-ખનીજ તંત્રને સાથે રાખીને આ વિસ્તારમાંથી મોટા વાહનો મારફતે થઇ રહેલી માટી ચોરીને પકડી પાડવામાં આવી છે.

ખંભાળિયાના રામનગર વિસ્તારમાં આવેલો અને ખંભાળિયાના નગરજનોને પીવાનું પાણી તથા સિંચાઇ માટેનો મહત્વનો એવો ઘી  આ વર્ષે ઘણા સમયથી તળિયા ઝાટક બની રહ્યો છે.

આ ડેમ સંપૂર્ણ ખાલી હોવાથી દર વર્ષે હજારો ટન કાંપ કાઢવામાં આવે છે જયારે આ વર્ષે ખાલી રહેલા ઘી ડેમમાં કાંપના બદલે તેની સાથે આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે થતી માટી ચોરી પોલીસ તંત્ર વિગેરેએ પકડી પાડી છે.

અહીંના ઘી ડેમમાં  સુફલામ્ જેવી સરકારી યોજનાઓ અંતર્ગત પાણીનો વધુ સંગ્રહ થાય તે હેતુથી માટી તથા કાપ અંગે લોકોને નિયમ મુજબની પરવાનગી આપવામાં આવે છે પરંતુ ઘી ડેમ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે માટી (ખનીજ)ચોરી થતી હોવાની માહિતીના આધારે ખંભાળિયાના ઇન્ચાર્જ પીઆઇ અરવિંદસિંહ જાડેજા તથા સ્ટાફે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને સાથે રાખી દરોડો પાડયો હતો.

સ્થળેથી જેસીબી, હિટાચી લોડર જેવા અર્થ મુવર્સ તથા ટે્રકટર-ટ્રક જેવા સાધનોથી આ વિસ્તારના ડૂબમાં ગયેલા ખેતરો, સરકારી જમીન વિગેરેમાંથી  મંજૂરી વગર ઉપાડવામાં આવતી માટી તથા અન્ય ખનીજ ચોરી તંત્રના ધ્યાને આવી હતી. આથી પોલીસ તથા અન્ય સરકારી તંત્રએ આ અંગે પોલીસ ફરિયાદ સહિતની તજવીજ હાથ ધરતાં આવા તત્વોમાં ફફડાટની  વ્યાપી છે.

Related posts

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા મર્ડર કેસની ફરી તપાસ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી

Nawanagar Time

જામનગરની જીવાદોરી ઉંડ ડેમ અળખામણો બન્યો,જામનગર જિલ્લો સંપૂર્ણપણે નર્મદા પર નિર્ભર

Nawanagar Time

ભાજપની રાષ્ટ્રિય કારોબારીનો પ્રારંભ : મેયર સહિતના પદાધિકારીઓ દિલ્હીમાં

Nawanagar Time

Leave a Comment