Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં સરાજાહેર ચંદનના વૃક્ષની ચોરી

theft-of-sandalwood-tree-in-jamnagar

શહેરની વચ્ચોવચ આવેલ આયુર્વેદ યુનિવર્સિટીના બગીચામાંથી તસ્કરો શનિવારે રજાનો લાભ લઈ ગયાં

જામનગર:-અત્યાર સુધી જંગલોમાંથી ચંદનના લાકડાં ચોરી કરતાં તસ્કરો હવે  શહેરની વચ્ચે આવેલા બગીચાઓને પણ નિશાન બનાવી કિંમતી ચંદનના વૃક્ષનું છેદન કરી લાકડું ચોરી કરી જતાં હોવાની ચોંકાવનારી હકીકત જામનગરમાં બહાર આવી છે. જામનગરની જગવિખ્યાત આયુર્વેદ યુનિવર્સિટીના બગીચામાં સફેદ ચંદનના 1પ વૃક્ષો પૈકી બે વૃક્ષોને નિશાન બનાવી શનિવારની રજામાં તસ્કરો બે વૃક્ષનું છેદન કરી 8 ફૂટ લાકડું ચોરી જતાં ચકચાર જાગી છે.

જાણવા મળ્યાં મુજબ, જામનગરમાં વિશ્વ વિખ્યાત આયુર્વેદ યુનિવર્સીટી આવેલી છે આ આયુર્વેદ યુનિવર્સીટીની અંદર એક ઉધાન આવેલું છે જેમાં ચંદનના લાકડાની ચોરી થયાનું બહાર આવ્યું છે. જેમાં શહેરની આયુર્વેદ યુનિવર્સીટીના ધન્વંતરિ મંદિર પાસે ચરક ઉદ્યાન આવેલું છે. જેમાં આયુર્વેદ દ્વારા જુદી-જુદી ઔષધીય ઉગાવવામાં આવી છે જેમાં ગત શનિવારે મોડી રાત્રે આ ઉદ્યાનમાંથી સફેદ ચંદનની ચોરી થયાનું બહાર આવ્યું છે. આ ઉદ્યાનમાં રાત્રે કોઈ ઈસમો જયારે ચંદનની ચોરી કરી રહ્યા હતા ત્યારે આયુર્વેદની સિક્યુરિટીને આ બાબતની જાણ થતા તેણે આ ઈસમોને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે મોકાનો લાભ લઇ નાસી ગયાં ગયા હતા. વધુમાં તસ્કરો 8 ફૂટના ચંદનના લાકડાની તેઓ ચોરી કરી ગયાનું ખુલ્યું છે.

ચંદનના વૃક્ષના છેદન અને ચોરી અંગે રવિવારે જાણ થતાં યુનિવર્સિટીના અધિકારીઓ ધંધે લાગ્યા છે અને પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે.

આશ્ર્ચર્ય તો એ વાતનું છે કે, આયુ. યુનિ.માં સિક્યુરિટીનો પૂરતો બંદોબસ્ત હોવા છતાં પણ ચંદન ચોરો કઈ રીતે બગીચામાં ઘૂસ્યા અને આધુનિક કટર વડે કઈ રીતે ચંદનના વૃક્ષનું છેદન કરી ભારેખમ વજનનું લાકડું લઈ કેવી રીતે નાસ્યા? તે સહિતના પ્રશ્ર્નો તંત્રની બેદરકારી છતી કરે છે.

Related posts

હેલ્મેટ અને સીટબેલ્ટના નામે 5 વર્ષમાં રુ.1323 કરોડની આવક થઈ, 34000 લાયસન્સ રદ્દ

Nawanagar Time

બોર્ડની પરિક્ષામાં 80 સ્કવોડો દ્વારા ચેકીંગ થશે

Nawanagar Time

જામનગરના બેરોજગાર યુવાનોને મળે છે 8 લાખથી 25 લાખ સુધીનું ધિરાણ

Nawanagar Time

Leave a Comment