Nawanagar Time
ગુજરાત જામનગર

જી. જી. હોસ્પિટલમાં હાડકાંના દર્દીઓના ઓપરેશન વહેલી તકે નહીં થાય તો વિક્રમ માડમનું ઉપવાસ આંદોલન

then-vikram-madams-fasting-movement

જામનગર:-જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં હાડકાના દરદીઓના ઓપરેશનમાં વિલંબના કારણે  દરદીઓ પીડા ભોગવી રહ્યા છે. ખંભાળીયા-ભાણવડના કોંગી ધારાસભ્ય વિક્રમભાઈ માડમે જી. જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને આવેદનપત્ર પાઠવી સત્વરે યોગ્ય અને પર્યાપ્ત વ્યવસ્થા કરવા રજુઆત કરી છે. અન્યથા હોસ્પિટલ સામે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચિમકી આપી છે.

હાલ જી.જી. હોસ્પિટલમાં દરરોજ ઘણા દર્દીઓ અકસ્માતમાં ઈજાગ્રસ્ત હોવાથી સારવાર અર્થે આવે  હાલ અમારી જાણમાં આવેલ ત્રણ દર્દીઓ એવા છે જે દર્દીઓ 8-8 દિવસથી હોસ્પિટલમાં ઓપરેશનની રાહ જોઈને પીડા ભોગવતા બેઠા છે.

આ દર્દીઓની મુલાકાત લેતા અને ડોકટર સાથે વાત કરતા જાણમાં આવેલ છે કે દર્દીના ઓપરેશન માટે સામાન (પ્લેટ) હાજર નથી. જે સામાન તો સમય જતા ડોકટર દ્વારા જણાવેલ કે  આવી ગયેલ છે. પરંતુ આ પ્લેટ ફીક્સ કરવા માટે જરૂરી સાધનો (ડિસમીસ, પાના વિગેરે) હોસ્પિટલ પાસે નથી. આ સામાન પણ મંગાવવામાં આવેલ છે. ખરેખર દરેક વખતે હાડકાં વિભાગના દર્દીઓને સામાનના વાકે ઓપરેશનમાં વિલંબ થાય છે. અને બિચારા ગરીબ અને નિ:સહાય દર્દીઓ કે જે લોકો પાસે સરકારી હોસ્પિટલમાં સારવાર લીધા  કોઈ વિકલ્પ જ નથી આવા તો ઘણાં દર્દીઓ છે. પરંતુ જો આવીને આવી પરિસ્થિતી રહી અને જો આ સાધનો તાત્કાલીક ધોરણે મંગાવીને શુક્રવાર સુધીમાં દર્દીના ઓપરેશન કરવામાં નહીં આવે તો ફરજીયાત ધોરણે હોસ્પિટલ સામે ઉપવાસ પર બેસી અને ગાંધી ચિંધ્યા માર્ગે હોસ્પિટલ માટે પણ આંદોલન કરવું પડશે.

હાડકાના વિભાગમાં  દર્દીની તપાસ કરી તાત્કાલીક ધોરણે તેમના ઓપરેશન પૂર્ણ કરાવી તેમને પીડામાંથી મુક્ત કરો અને મારે ઉપવાસ પર બેસી હોસ્પિટલમાં રાજકીય દબાણ ન લાવવું પડે તેવો રસ્તો અપનાવવા તેમણે માંગણી કરી છે.

Related posts

ધ્રોલમાં નજીવી બાબતે ધીંગાણું: દસ સામે ફરિયાદ

Nawanagar Time

જામનગરમાં 174 બોટલ દારૂ સાથે બે શખ્સોને ઝડપી લેતી L.C.B

Nawanagar Time

જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ લડી લેવા મક્કમ

Nawanagar Time

Leave a Comment